Rajkot,તા.09
ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસની કાર્યવાહી
શહેર પોલીસની ટીમે જુગારના અલગ અલગ બે દરોડામાં આઠ ખેલીઓની કુલ રૂ.30,800 ની રોકડ સાથે ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે દેવપરા મેઈન રોડ પર ચંદ્રેશ હેર આર્ટની બાજુમાં આવેલ મંગળ જ્યોત નામના એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા પરેશ શેલડીયા જુગાર રમાડી રહ્યો છે. મકાન માલિક પરેશ બચુભાઈ શેલડીયા, મહેશ કડવાભાઈ સાંગાણી, મનીષ જેરામભાઈ દુધરેજીયા અને અનિશ ગફારભાઈ લાખાણીને રોકડ રૂ. 18,700 સાથે ઝડપી લીધા હતા.જ્યારે રામનાથપરા શેરી નંબર – 5 ના રહેણાંક મકાનમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા સુમન શુકર અલી શેખ, જહુરૂદ્દીન સમસુદ્દીન મૌલા, મિરાજ મિન્ટુ શેખ અને સુદીપ નોડેસ દાસને કુલ રોકડ રૂ.12, 100 મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા હતા.