રોકડ, કાર, બાઈક અને મોબાઈલ મળી, રૂ. ૨.૭૨ લાખનો મુદ્દામાલ કબ્જે: ૧૫ શકુની ઝડપાયા
Rajkot,તા.28
રાજકોટ જિલ્લામાં બે સ્થળે જુગારના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં જામકંડોરણાના બારીયા ગામની સીમમાં અને જસદણમાં ભડલી ગામની સીમમાં પોલીસે જુગારના દરોડા પાડી, જુગાર રમતા ૧૫ શકુનીને ઝડપી લઇ, રોકડ, કાર ,બાઈક અને મોબાઈલ મળી રૂ. ૨.૭૨ લાખનો મુદ્દા માલ કબ્જે કર્યો છે. રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગાર ની બડી જામનગર નાબૂદ કરવા જિલ્લા અધિક્ષક હિમકર સિંહે આપેલી સૂચનાને પગલે ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે જામકંડોરણાના બારીયા ગામની સીમમાં જુગાર રમાઈ રહ્યો છે. માહિતીના આધારે એલસીબીની ટીમે જુગાર નો દરોડો પાડી, જુગટું રમતા બોરીયા ગામનો ભીમજી મૂળજીભાઈ લુણાગરિયા, ધોરાજીનો રસિક નરસિંહભાઈ પરમાર , અલ્તાફ હનીફભાઈ અબેસોરા, સુરજ ઉર્ફે સૂરિયો કિશોરભાઈ ડાભી, અશોક કુળજીભાઈ સોમાણી, સંજય રવિભાઈ મકવાણા, જસાપરનો ધીરુ પોપટભાઈ વરસાણી નામના શકુનિઓને ઝડપી લીધા છે. એલસીબીની ટીમે જુગારના પટમાંથી ૪૦ હજારની રોકડ, કાર, બે બાઈક અને ૬ મોબાઈલ મળી રૂ. ૨.૪૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દરોડા ની કામગીરી એલસીબી પીઆઇ વી વી ઓડેદરા, પીએસઆઇ એચ સી ગોહિલ, એ.એસ.આઇ શક્તિસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ કૌશિકભાઈ જોશી , પ્રવીણસિંહ જાડેજા અને વિજયસિંહ જાડેજા સહિતના સ્ટાફે બજાવી હતી.
જ્યારે બીજો જુગારનો દરોડો જસદણ પોલીસે વડલી ગામની સીમમાં પાડી, જુગાર ખેલતા અશોક સુનિલભાઈ મેવાસીયા, ભોળા મેરામભાઇ સાકરીયા, વિજય હરેશભાઈ ધલવાણીયા, કિરણ ગોરધનભાઈ વારવેદિયા, મુના કરસનભાઈ વાળા, રણજીત રાયસીંગભાઇ વાળવેડીયા, સંજય વિનુભાઈ વારવેદિયા અને સંજય ચનાભાઈ વારવેદિયા નામના શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે જુગારના પટમાંથી રૂ. ૨૬.૪૭૦ ની રોકડ કબ્જે કરી છે.