જસદણ, ગોંડલ અને મોટીખીલોરી ગામે જુગારની બાજી ઉંધી વાળતી પોલીસ
Rajkot તા.31
Rajkot તા.31
રાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગારના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં જસદણ તાલુકાના બરવાળા, ગોંડલ શહેર અને ગ્રામ્ય પંથકમાં જુગાર રમતા 15 શખ્સોની ધરપકડ કરી રૂ.30,750નો મુદ્ામાલ કબ્જે કર્યો છે.
વધુ વિગત મુજબ જસદણ તાલુકાના બરવાળા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની ભાડલા પોલીસ મથકને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા વિપુલ દેવશી બાવળીયા, હરજી ભીમા ગાબુ, હરેશ જયંતિ તૈરેયા, ગીરીશ ભીખુ માઢક, અરવિંદ મેરામ હદાણી અને પ્રતાપ લાભશંકરભાઇ જોષીની ધરપકડ કરી 10,200નો મુદ્ામાલ કબ્જે કર્યો જ્યારે ગોંડલ તાલુકાના મોટીખીલોરી ગામે જાહેરમાં જુગાર રમતા મહેશ વલ્લભ પદમાણી, વિનુ વલ્લભ ચોવટીયા, કાંતિ રવજી પદમાણી, અરવિંદ વલ્લભ રામોલીયા, મનિષ ઉકા પદમાણી, ચંદુ બાબુ ચોવટીયા, પ્રવિણ આંબા દુધાત અને નાથા ગોગન ચોવટીયાની સુલ્તાનપુર પોલીસે ધરપકડ કરી 20,300નો મુદ્ામાલ કબ્જે કર્યો છે. જ્યારે ગોંડલ શહેરના ઘોઘાવદર રોડ પર વર્લીના આંકડા લેતો મુસ્તાક બચુ સોલંકીની ધરપકડ કરી છે.

જેતપુરના ખીરાસરા ગામે મંડળીના તાળા તુટ્યા
અજાણ્યા શખ્સોએ રોકડ અને સીસીટીવી કેમેરાનો ડીવીઆરની કરી ચોરી
જેતપુર તાલુકાના ખીરાસરા ગામે આવેલી દુધ સહકારી મંડળીના શટરના તાળા તોડી અજાણ્યા શખ્સોએ રોકડા 19000 અને સીસીટીવી કેમેરાનો ડીવીઆરની ચોરી કરી ગયા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વધુ વિગત મુજબ ખીરાસરા ગામે આવેલ દુધ સહકારી મંડળીના શટરના અજાણ્યા શખ્સોએ તાળા તોડી ગેરકાયદે પ્રવેશ કરી રોકડ રૂ.19000 અને સીસીટીવી કેમેરાની ચોરી કરી ગયા અંગેની મંડળીના મંત્રી ચાપરાજભાઇ ગભરૂભાઇ કરપડાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી પીએસઆઇ બી.ડી.ઝાલા સહિતના સ્ટાફે તસ્કરનું પગેરૂં દબાવ્યું.