રૂ.૧૪.૬૦૦ની રોકડ સાથે , સાત પત્તા પ્રેમી ની ધરપકડ
Jasdan,તા.28
જસદણ તાલુકાના ખડવાવડી ગામે આવેલી ધીરુભાઈ ભીખાભાઈ માલકીયાની વાડીની ઓસરીમાં ચાલતા જુગારના અખાડા પર ભાડલા પોલીસની ટીમે દરોડો પાડી, જુગાર રમતા સાત પત્તા પ્રેમીને, રૂ.૧૪.૬૦૦ની રોકડ સાથે ઝડપી લીધા છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાડલા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાટલી મળી હતી કે, ખડવાવડી ગામની સીમમાં આવેલી ધીરુભાઈ ભીખાભાઈ માલકીયાની વાડીમાં ઓસરીમાં જુગાર જમાઈ રહ્યો છે. રાહુલભાઈ ભાડલા પોલીસની ટીમે જુગારનો દરોડોપાડી, જુગટુ રમતા ઓધવભાઈ જેસીંગભાઇ મકવાણા, ભોજા મોહનભાઈ મકવાણા, ચંદુ ધીરુભાઈ માલકીયા, કિશન વિનુભાઈ માલકીયા, વિઠ્ઠલ હમીરભાઇ મેણીયા, મુકેશ ઉર્ફે લાલુ મેઘજીભાઈ મેર અને બળવંત ભીખાભાઈ જોગરાજીયા નામના શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે જુગારના પટમાંથી રૂ. ૧૪.૬૦૦ની રોકડ કબ્જે કરી છે.