Morbi તા.15
ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમાવો આવી ગયો હતો જો કે, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ગઇકાલે તેનું રાજીનામું લઈને ગાંધીનગર પહોચ્યા હતા જો કે, ગોપાલ ઇટાલિયા ત્યા આવ્યા ન હતા.
જેથી તેઓએ રાજીનામું આપેલ નથી પરંતુ આગામી દિવસોમાં ગમે ત્યારે ગોપાલ ઇટાલિયા રાજીનામું મૂકવા માટે આવે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ તેનું રાજીનામું આપવા માટે તૈયાર છે તેવી ખુલ્લી ચેલેન્જ કાંતિભાઈએ આપેલ છે.
મોરબીમાં છેલ્લા દિવસોમાં જે આંદોલનો કરવામાં આવ્યા હતા તેમાં વિસાવદર વાળી થશે તેવી ચીમકી આપવા માટે લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા જેથી વિસાવદરની બેઠક ઉપરથી ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ મોરબી ચૂંટણી લડવા માટે આવે તેવી ચેલેન્જ આપવામાં આવી હતી.
આટલું જ નહીં જો તે જીતી જાય તો તેને બે કરોડનું ઈનામ આપવાની મોરબીના ધારાસભ્યએ જાહેરાત કરી હતી. જેથી ગુજરાતનાં રાજકારણમાં હાઇ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો અને નિવેદન બાજી શરૂ થઈ હતી.
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, હું મારુ રાજીનામું લઈને સોમવારે ગાંધીનગર જવાનો છો અને તેઓ પોતાની વાત ઉપર મક્કમ રહ્યા હતા અને ગઇકાલે સવારે કાંતિભાઈ અમૃતિયા તેના સમર્થકોની સાથે ગાંધીનગર જવા રવાના થયા હતા અને ગાંધીનગર જઈને વિધાનસભા પાસે અડધા કલાક સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોઇ હતી.
જો કે, ગોપાલ ઇટાલિયા ગઇકાલે ત્યાં આવ્યા ન હતા અને બીજી બાજુ આપમાંથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયાએ આ બાબતેને લઈને કોઈ પ્રતિક્રિયા પણ આપી ન હતી જો કે, કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, હું અહીં 12 વાગે આવી ગયો છું હવે ગોપાલભાઈની રાહ જોઉં છું.
વધુમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ એવું પણ કહ્યું હતું કે, આજે નહીં ગમે ત્યારે ગોપાલભાઈ રાજીનામું મૂકીને મોરબી ચૂંટણી લડવા માટે આવશે ત્યાં હું મારુ રાજીનામું મૂકવા માટે આવીશ.