New Delhi,તા.15
ગાંધી કુટુંબના જમાઈ રોબર્ટ વાડ્રા ફરી એક વખત ઈ.ડી.ના રડાર પર છે. પ્રિયંકા ગાંધીના પતિ- રોબર્ય વાડ્રાને ઈડીએ હરિયાણાના (શખોપુર) જમીન પ્રકરણમાં મની લોન્ડ્રીંગ અંગેની તપાસમાં આ સમન્સ પાઠવતા જ આજે તેઓ દિલ્હીમાં ઈડી સમક્ષ હાજર થઈ ગયા છે અને તેમની પુછપરછ શરૂ કરવામાં આવી છે.
વાડ્રાને અગાઉ તા.8 એપ્રિલના હાજર થવા સમન્સ અપાયુ હતુ પણ તેઓ હાજર થવા વધુ એક તક અપાઈ છે. વાડ્રાની કંપની સ્કાય લાઈટ હોસ્પીટાલીટી એ ગુરૂગ્રામમાં ઓમકારેશ્વર પ્રોપર્ટી પાસેથી 2008માં 7.5 કરોડમાં જે જમીન ખરીદી હતી.
બાદમાં તે જ જમીન રીયલ એસ્ટેટથી દેશની સૌથી મોટી કંપની ડીએલએફને રૂા.58 કરોડમાં વેચી હતી. તેમાં મની લોન્ડ્રીંગ થયુ હોવાનું એન્ફોર્સમેન્ટ વિભાગ માને છે અને વાડ્રાને તેમાં આ જંગી નફો થયો તેને પણ શંકાના ઘેરાવામાં લેવાયો છે.
વાડ્રાને હવે પુછપરછ માટે હાજર થવુ પડશે. 17 વર્ષ જૂના આ કેસમાં ઈડીની તપાસમાં ભૂતકાળમાં તેઓ હાજર થયા હતા પણ ફરી લાંબાગાળામાં તપાસમાં પણ પ્રશ્ર્નો સર્જયા છે.