ખોવાયેલા મોબાઇલ ,લેપટોપ અને ફ્રોડથી ગુમાવેલી સવા ચાર લાખની રકમ પરત મેળવી અરજદારો થયા ભાવુક
Rajkot,તા.29
મેં આઈ હેલ્પ યુ.. નું સૂત્ર સાર્થક કરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત એપ્રિલ મહિનામાં જ ખોવાયેલા લેપટોપ મોબાઈલ અને બેકના ખાતામાંથી છેતરપિંડી થી ઉપડી ગયેલી રકમ સહિતની લાખો રૂપિયાની મતા અરજદારોને પરત અપાવી પોલીસ ખરા અર્થમાં પ્રજાના મિત્ર સાબિત થયા હતા.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ,અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર જગદીશ બગરવા, પશ્ચિમ વિભાગના રાધિકા ભારાય ના માર્ગદર્શન હેઠળ શહેરના નાગરિકોએ ગુમાવેલ વસ્તુઓ પરત સોપવા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ એ ડિવિઝન પોલીસે કરેલા આયોજનમાં ગાંધીગ્રામ પી.આઈ એસ આર મેઘાણી ની સુચનાથી ૭૬૬૯૮ ની કિંમતના પાંચ મોબાઇલ, ૩૩૪૯૦ નું લેપ ટોપ અને ખોટા ટ્રાન્જેક્શન થી ઉપડી ગયેલા ૪૨૦૧૮૦ની મતા પરત કરાવવામાં આવી હતી આ કામગીરી માં પીઆઇ એસઆર મેઘાણી, પીએસઆઇ પીજી રોહડીયા, સ્ટાફના એસબી મકરાણી, સી એમ ગોહિલ, હરેશભાઈ ધનસુખભાઈ ગોહિલ, રાવતભાઇ બાલુભાઈ મકવાણા, અને લોકરક્ષક શૈલેષભાઈ ડાભી કામગીરી કરી હતી