Gandhinagar,તા.01
ગાંધીનગરના નભોઈ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા કારમાં સવાર ચાર લોકો ડૂબ્યા હતા. જેમાંથી બે લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, ચાર લોકો સવાર એક કાર નર્મદા કેનાલમાં ખાબકતા એક યુવક અને એક યુવતીનું મોત થયું છે, જેમના મૃતદેહ ગાંધીનગર ફાયર વિભાગ અને સ્થાનિક દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.
કાર કેનાલમાં ખાબકવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કેનાલમાં પાણીના પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે.