નવ મોબાઈલ સહીત રૂ. 1.14 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી એલસીબી ઝોન-1 ટીમ
Rajkot,તા.08
શહેરના આજીડેમ ચોકડી નજીકથી રિક્ષામાં બેસાડી જલારામ ચોક નજીક ફર્નિચરના ધંધાર્થીના મોબાઈલની ચીલઝડપ કરી બહાનું બતાવી ઉતારી દીધા ના બનાવ નો એલસીબી ઝોન વન ની ટીમ ભીલડીને ઝડપી લઇ પકડવા ગયા નવ મોબાઈલ અને રીક્ષા મળી રૂપિયા 1.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.વધુ વિગત મૂજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક સાનિધ્ય એપાર્ટમેન્ટમાં રહેતા અને ફર્નિચરનું કામ કરતા ગોગારામ ભગારામ ભદુ (ઉ.વ.૨૩)એ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.૦૩/૦૨/૨૦૨૫ ના રોજ હું સવારના આજીડેમ ચોકડીએ આવેલ બગીચામાં ફરવા માટે મારા ભાઈબંધ ઓમપ્રકાશ સાથે ગયેલ હતો. ઓટો રીક્ષામાં એકલો બેસી બસ સ્ટેશન જવા માટે નીકળેલ હતો.
જલારામ ચોકમાં આવતા ઓટો રીક્ષા ચાલકે મને કહેલ કે, મારે મારી પત્નીને દવાખાને લઇ જવાની હોય જેથી તમો અહીંયા ઉતરી જાઓ. તેમ કહેતા હું જલારામ ચોકમાં શુભમ સ્કુલ પાસે રોડ ઉપર બપોરના અઢી વાગ્યાના અરસામાં ઉતરી ગયેલ અને જયાં ઉભા- ઉભા મેં મારા ભાઇ રણારામને ફોન કરેલ અને ફોન ચાલુ હતો. દરમિયાન હું જે રીક્ષામાં આવેલ તે ઓટો રીક્ષા ચાલક મારા હાથમાંથી મારો મોબાઇલ ફોન ઝૂંટવી લીધેલ અને તે રીક્ષા ચાલક મારો મોબાઇલ ફોન લઈને તેની રીક્ષા ઝડપથી હંકારી નાસી ગયેલ હતો. બાદમાં અમે આ રીક્ષાની તપાસ કરતા રીક્ષાના નંબર જીજે-27-ટીએ-2048 નંબરના આધારે એલસીબી ઝોન વનના પીએસઆઇ બીવી ચુડાસમા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે જંગલેશ્વર શેરી નંબર 15 માં રહેતો સંજય શંકર રાજાણી અને મહેશ્વરી સોસાયટીમાં રહેતો એજાજ ફારુક પરમાર ની સંડોવણી હોવાની એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી અને કોન્સ્ટેબલ સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજ સિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે દેવ પરા શાકમર્કેટ પાસે શંકાસ્પદ હાલતમાં હોવાની બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી તેના કબજા માંથી નવો મોબાઈલ અને રીક્ષા મળી ₹1.14 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.