રાત્રીના સમયે ઇકો લઈને આંટાફેરા કરી સબ સ્ટેશનમાંથી રીએક્ટર કાઢી કોપર વેંચી રોકડી કરી લેતાં
Rajkot,તા.11
જીઇબીના સબ સ્ટેશનમાંથી રિએકટરની ચોરી કરનાર ગેંગના બે સભ્યોને રાજકોટ એલસીબીની ટીમે ભાડલા પાસેથી ઝડપી લીધા હતાં.ઝડપાયેલી સુરેન્દ્રનગર પંથકની આ બેલડી પાસેથી ઇકો કાર ત્રણ મોબાઇલ અને રોકડ સહિત રૂ.૧.૧૩ લાખની મત્તા કબજે કરી હતી. આ ગેંગ રાત્રીના સમયે ઇકો કાર લઇ ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા કરી ઇકો જીઇબીના સબ સ્ટેશનમાંથી રિએકટરની ચોરી કરી તેમાંથી કોપર કાઢી વેચી દેતા હતાં. પુછતાછમાં કમળાપુરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
દરમિયાન મળેલી બાતમીના આધારે ભાડલા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આણંદપર ગામથી ભાડલા તરફ જવાના રસ્તેથી બે શખસોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતાં. પોલીસે તેની પુછતાછ કરતા તેના નામ કાટીયો ઉર્ફે અશોક નરશીભાઇ વીરૂગામીયા(ઉ.વ ૩૫ રહે. મોરબી,મૂળ કંકાવટી તા. ધ્રાંગધ્રા) અને શંભુ કરશનભાઇ ખાવડીયા(ઉ.વ ૩૭ રહે. ધ્રાંગધ્રા મૂળ વાગડ તા.ધંધુકા) હોવાનું જણાવ્યુ હતું. પોલીસની તપાસમાં ઝડપાયેલા આ બંને શખસો તથા તેના બે સાથીદારો અરૂણ રાજુભાઇ વીરગામીયા અને પપ્પુ મુકેશ વીરગામીયા મળી રાત્રીના સમયે ઇકો લઇ ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા કરી જીઇબીના સબ સ્ટેશનમાંથી રિએકટર એન કેબલ વાયરની ચોરી કરતા હોવાનું માલુમ પડયુ હતું. પોલીસે આ ટોળકીમાં સામેલ અન્ય બે શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. પોલીસની પુછપરછમાં ભાડાલ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં કમળાપુરથી કડુકા જવાના રસ્તે આવેલા ૬૬ કે.વી માંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. બેલડી પાસેથી ઇકો કાર,મોબાઇલ ફોન અને રોકડ સહિત રૂ.૧,૧૩,૮૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.