ચોરાઉ વાહનો વેંચી રોકડી કરવા રાજકોટ આવેલી બેલડીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા
Rajkot ,તા.17
રાજકોટ અને જામનગરમાંથી વાહનો ચોરતી પોરબંદર અને કલ્યાણપુરની બેલડીની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લઈ રૂ.૨.૫૭ લાખના ચોરાઉ ૧૦ બાઈક કબ્જે કર્યા હતાં. બંને શખ્સો લોક વગરના બાઈક ડાયરેક્ટર કરી ચોરીને અંજામ આપતાં હોવાનું સામે આવ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચને બાતમીના આધારે ચોરી કરેલ કુલ-૧૦ બાઈક સાથે જયમલ મુરૂ સુંડાવદરા (ઉ.વ. ૨૬, ધંધો ડ્રાઈવીંગ રહે-દેગામ, પોરબંદર) અને લખમણ અરભમ ખુંટી (ઉ.વ.રર, ધંધો ખેતીકામ રહે-ગામ-ખીરસરા, કલ્યાણપુર) ને પકડી પાડી રૂ.૨.૫૭ લાખના વાહનો કબ્જે કરી પૂછતાછ આદરી હતી.
તાલુકા પોલીસ મથક બી ડિવિઝન પોલીસ મથક અને ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાંથી વાહનો ચોર્યા હતા ઉપરાંત જામનગરના અલગ અલગ સાત સ્થળોએથી પણ વાહન ચોરિયાની સામે આવતા રાજકોટના ત્રણ અને જામનગરના સાત વાહન ચોરીના ડિટેક્ટ થયા છે. બંને શખ્સો પાર્ક કરેલ લોક વગરના બાઇકને ચોરવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવે છે.