જલારામ પ્લોટની અલગ-અલગ દુકાનોમાંથી નવ માસ પૂર્વે રૂ. 1.26 લાખની રોકડ અને લોટસ એપાર્ટમેન્ટમાં ચોકીદારની ઓરડીમાંથી નવેક દી’ પૂર્વે મોબાઈલ ઉઠાવી ગયા’
Rajkot,તા.08
શહેરના યુનિવર્સીટી રોડ પર આવેલ અલગ અલગ દુકાનોમાંથી રૂ. 1.26 લાખની રોકડ અને લોટસ એપાર્ટમેન્ટમાં ચોકીદારની ઓરડીમાંથી મોબાઈલ ઉઠાવી જનાર તસ્કર ટોળકી ઝડપાઈ છે. યુનિવર્સીટી પોલીસની ટીમે એક શખ્સ અને બે સગીરોને દબોચી રૂ. 53,800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સમગ્ર બનાવની વિગતો પર નજર કરવામાં આવે તો ગત તા. 01 જાન્યુઆરી 2025 ના રોજ પુષ્કરધામ સોસાયટીમાં રહેતા મીતભાઈ વિજયભાઈ કક્કડ નામના 33 વર્ષીય વેપારીએ યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, પાડોશમાં દુકાન ધરાવતા શ્રીનાથજી શોપીંગ સેંટરના માલીક વિપુલભાઈ માંકડીયાનો ફોન આવેલ કે, મારી દુકાનમાં ચોરીનો બનાવ બનેલ છે, જેથી તમારી દુકાને ચોરી થઈ છે કે કેમ તેની ખરાઈ કરી લેજો. બાદમાં વેપારીએ દુકાને જઈને જોતા વેન્ટીલેશનની ગ્રીલ તુટેલી અને સામાન અસ્ત વ્યસ્ત પડેલો હતો. બાદમાં કેશ કાઉન્ટરના રાખેલ રૂ. 6 હજારની રોકડ ઉપરાંત અંદર મના કાઉન્ટરમાંથી રૂ. 90 હજારની રોકડની ચોરી થયાનું સામે આવ્યું હતું. બાદમાં વસંત સ્ટોરમાંથી પણ રૂ. 30 હજારની રોકડ એમ કુલ રૂ.1.26 લાખના રોકડની ચોરી થયાનું સામે આવ્યું હતું.
જયારે ગત તા. 02-09-2025 ના રોયલ પાર્ક શેરી નંબર-8 માં આવેલ લોટસ એપાર્ટમેન્ટના નેપાળી ચોકીદાર તુલાભાઈ કેશરભાઈ ટમટાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૦૧/૦૯/૨૦૨૫ ના રોજ રાત્રીના આશરે સાડા બાર વાગ્યા આસપાસ હું તથા મારી પત્નિ અમારા રૂમમાં સુઈ ગયેલ હતા. બાદ સવારે છ વાગ્યે જાગીને જોતા બારી પર રાખેલ મારો મોબાઈલ મળી આવ્યો ન હતો. બાદમાં રૂમમાં તપાસ કરવા છતાં મોબાઈલ નહિ મળી આવતા રૂ., 23,800 ની કિંમતના મોબાઈલની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. ખાનગી રહે હકીકત મળી હતી કે લોટા એપાર્ટમેન્ટ માંથી ચોરી કરનાર સાથે મહિલા આઈ.ટી.આઈ રોડ પર હાજર છે જે બાટલી માતાની સાથે યુનિવર્સિટી પોલીસ ની ટીમ બાટલીવાળા સ્થળે દોડી ગઈ હતી અને આરીફ ઉર્ફેટ ચકી થયેલ મોહમ્મદ શેખ રહે નિરાકરણ પાસે ક્રિષ્ના મેડિકલ સ્ટોર બહાર ફૂટપાથ ઉપર યુનિવર્સિટી રોડ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોરોને લઈ નંબરની સીએનજી રીક્ષા અને oppo કંપની નો મોબાઇલ એમ મળી કુલ રૂપિયા 53 800 ના મુદ્દા માલ સાથે ચોરીના બંને બનાવ કર્યા હતા