મેટોડા જીઆઈડીસી અને રાજકોટ તાલુકા પોલીસમાં દાખલ થયેલ વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
Rajkot,તા.28
મેટોડા જીઆઈડીસી પોલીસે બે ચોરાઉ વાહનો સાથે બેલડીની ધરપકડ કરી અલગ અલગ બે વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ એચ શર્માના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેલાં સર્વેલન્સ સ્કવોડના કોન્સ્ટેબલ રવુભાઈ ગીડાને બાતમી મળી હતી કે, ચોરી કરેલ એક્સેસ અને સ્પલેન્ડર મોટરસાયકલ સાથે બે શખ્સોં નીકળનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બંને શખ્સોંને અટકાવી પૂછપરછ કરતા બંને મોટરસાયકલ અંગે કોઈ આધાર પુરાવા રજુ નહિ કરી શકતા બંને મોટરસાયકલના ચેસીસ નંબર પોકેટ કોપ એપમાં સર્ચ કરતા મોટરસાયકલ અન્ય કોઈ વ્યક્તિના નામે રજીસ્ટર થયાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે બેલડીની આગવી ઢબે પૂછપરછ કરતા એક્સેસ મોટરસાયકલ છ માસ પૂર્વે ન્યારી દેન નજીકથી જયારે સ્પલેન્ડર એક મહિના પહેલા ખીરસરા નજીકથી ચોરી કર્યાની કેફીયત આપી હતી.
પોલીસે ઉઠાવગીર હેમબ્રહ્મા પિન્ટુ મુન્નાભાઈ (ઉ.વ.18 હાલ રહે મેટોડા જીઆઈડીસી ગેટ નંબર-1 અને મૂળ રહે જમુંઈ, બિહાર) અને મયુર ખીમજીભાઈ ઝાલા(ઉ.વ.18 રહે. મેટોડા જીઆઈડીસી ગેઇટ નંબર-1, અંજલિ પાર્ક, લોધીકા)ની ધરપકડ કરી મેટોડા જીઆઈડીસી અને રાજકોટ તાલુકા પોલીસમાં દાખલ થયેલ વાહનચોરીના ભેદ ઉકેલવામાં આવતા હતા.