રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે બંને શખ્સોને ઝડપી 1.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
Morbi,તા.19
મોરબીમાં આપેલા રવાપર રોડ પર મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર બેલડીને રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે રાજકોટમાંથી ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો પોલીસે સોનાનો ચેઈન અને બાઈક મળી રૂા. 1.59 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરિયા, નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ) જગદીશ બાંગરવા અને મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઈમ) ભરત બી બસિયા દ્વારા રાજકોટ શહેરમાં તેમજ જીલ્લા બહાર થતી ચોરીઓ જેમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે ગુના બનતા અટકાવવા તેમજ થયેલ ગુનાઓ ડીટેક્ટ કરવાસુચના આપી હતી. ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોંડલિયા, એમ.એલ. ડામોલ અને સીએચ જાદવે ટીમો બનાવી દિવાળીના તહેવાર ચાલુ હોય જેથી સતત શહેરમાં પેટ્રોલીંગ કરી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સુચના આપેલ હોય તેમજ સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન. પરમારની ટીમ રાજકોટ શહેર વિસ્તાર પેટ્રોલીંગમાં દરમિયાન પો.હેડન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા અને મયુરધ્વજસિંહ જાડેજાને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે તેમજ ચોક્કસ હ્યુમન સોર્સિસથી મોરબીમાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર કુલદિપ કિરિટભાઈ પરમાર, (રહે. લોહાનગર, ગોંડલ રોડ પુલની નીચે, સમા મોટર વાળી શેરીમાં રાજકોટ અને સુનિલ ઉર્ફે આર્યા ભાવેશ ભાઈ શીયાલ (રહે. શાપર-વેરાવળ, શીતળામાતાજી મંદિરની સામે તા. કોટડા સાંગાણી જી. રાજકોટ મુળ રહે. લોહાનગર, સ્વામી ગુરૂકુળ સામે રાજકોટ)ને ઝડપી લીધા હતાં.
પોલીસે ઝડપાયેલા બંને શખ્સો પાસેથી રૂા. 1.14 લાખની કિંમતનો સોનાનો ચેઈન અને બાઈક મળી રૂા. 1.59 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી સુનિલ ઉર્ફે આર્યા ભાવેશભાઈ શીયાળ અગાઉ એક વખત રાજકોટ તાલુકા પોલીસ મથકમાં પણ ચોપડેચડી ચુક્યો છે. અને અગાઉ એક વખથ પાસામાં પણ ધકેલાયો હતો.