Morbi,તા.11
માળિયાના દેવગઢ ગામ નજીક પવનચક્કીના કેબલ વાયરની ચોરી કરનાર ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે કોપર વાયર અને ચોરીમાં વપરાયેલ સાધનો સહીત ૮૦,૭૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયા (મી.) ના દેવગઢ ગામ જવાના રસ્તે આવેલ સુઝલોન કંપનીની પવનચક્કીના દરવાજા તોડી પવનચક્કીના પાવર સપ્લાયના ૭૨,૦૦૦ ની કિમતના કોપર વાયર ચોરી થઇ હતી ગત તા. ૧૬ માર્ચના રોજ ચોરીના બનાવ અંગે પોલીસે તપાસ ચલાવી આરોપી સાજીદ ખમીશા ઘાંચી, કાસમશા ઈબ્રાહીમશા શેખ, ઈબ્રાહીમ યુસુફ સામતાણી અને samir હનીફ મકવાણી રહે ચારેય અંજાર કચ્છ વાળાને ઝડપી લઈને ચોરી થયેલ આશરે ૯૦ કિલો વાયર કીમત રૂ ૭૨ હજાર, ઓક્સીજન બાટલો, ગેસ કટર, લોખંડની કોસ, સહીત રૂ ૮૦,૭૦૦ નો મુદામાલ કબજે લીધો છે
અન્ય આરોપી અનીલ કોળી, રફીક તાજુભાઇ ભટ્ટી, શફૂર ઉર્ફે ભૂરો જુસબ જેડા, લાલાભાઈ ગોરધનભાઈ દેવીપૂજક અને લાલાભાઈ દેવીપુજકની બોલેરો ગાડીનો ડ્રાઈવર એમ પાંચ આરોપીના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે