New Delhi, તા.૨૪
ગેટ ૨૦૨૫ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) રૂરકીએ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GATE 2025) માટે નોંધણીની તારીખમાં બદલાવ કર્યો છે. IIT રૂરકી દ્વારા કરવામાં આવેલા તારીખમાં બદલાવને કારણે અરજી પ્રક્રિયા આજ નહીં પરંતુ તેના બદલામાં હવે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ૨૮ ઓગસ્ટ, ૨૦૨૪થી શરૂ થશે. અરજીની પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ પર શરૂ કરવામાં આવશે. એકવાર શરુ થયા પછી ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ખ્તટ્ઠીં૨૦૨૫. gate2025.iitr.ac.in દ્વારા GATE 2025 પરીક્ષા માટે નોંધણી કરાવી શકશે. લેટ ફી વિનાની GATE 2025 નોંધણી વિન્ડો ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ બંધ થશે.
શેડ્યૂલ મુજબ, GATE 2025 પરીક્ષા દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ૧, ૨, ૧૫ અને ૧૬ ફેબ્રુઆરીના રોજ બે સત્રમાં લેવામાં આવશે. ગેટ ૨૦૨૫ પરીક્ષાની પ્રથમ શિફ્ટ સવારે ૯ઃ૩૦ થી ૧૨ઃ૩૦ અને બીજી શિફ્ટ બપોરે ૨ઃ૩૦ થી ૫ઃ૩૦ સુધી લેવામાં આવશે.
ય્છ્ઈ ૨૦૨૫ પરીક્ષા માટે સફળતાપૂર્વક નોંધણી કરાવવા માટે ઉમેદવારોએ ય્છ્ઈ ૨૦૨૪ એપ્લિકેશન ફી ચૂકવવી પડશે. અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), પર્સન્સ વિથ ડિસેબિલિટી (PwD) કેટેગરીઝ તેમજ મહિલા ઉમેદવારો માટેની ફી રૂ. ૯૦૦ છે. અન્ય તમામ ઉમેદવારો માટે નોંધણી ફી રૂ ૧૮૦૦ છે.
સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
આ પછી હોમપેજ પર ‘‘Apply Online’ પર ક્લિક કરો.
આ પછી તમારી જાતને નોંધણી કરો અને અરજી ફોર્મ સાથે આગળ વધો.
આ પછી ફોટોગ્રાફ, સહી અને અન્ય દસ્તાવેજો અને જાતિ પ્રમાણપત્ર (SC/ST/PWD) અને/અથવા ડિસ્લેક્સિક પ્રમાણપત્ર અપલોડ કરો.
હવે અરજી ફી ચૂકવો.
આ પછી અરજી ફોર્મ તપાસો.
છેલ્લે ભાવિ સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.