New Delhi,તા,14
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાવતા અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના દૃઢ સંકલ્પના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શાંતિના પ્રયાસો હાથ ધરનાર ટ્રમ્પની પ્રશંસા કરી છે.
પીએમ મોદી (PM Narendra Modi)એ ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ટ્રમ્પના શાંતિ પ્રયાસો અંગે ટ્વિટ કરીને લખ્યું છે કે, `બે વર્ષથી વધુ સમયની કેદ રહેલા તમામ બંધકોની મુક્તિ કરવામાં આવ્યું છે, જેને અમે આવકારીએ છીએ.
તેમની આઝાદી તેમના પરિવારોના સાહસ, રાષ્ટ્રપતિ ટ્રમ્પના અવિરત શાંતિ પ્રયાસો અને વડાપ્રધાન નેતન્યાહૂના મજબૂત સંકલ્પનું પ્રતિક છે. અમે આ ક્ષેત્રમાં શાંતિ લાવવાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિષ્ઠાવાન પ્રયાસોને સમર્થન આપીએ છીએ.’