સ્કોટલેન્ડની સૌથી જુની યુનિવર્સિટી એવી યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના સંશોધકોએ જનીનશાસ્ત્રનો અભ્યાસ કરીને શોધી કાઢયું છે કે જે જનીન માણસને ઇન્ટેલિજન્ટ બનાવે છે એ જ જનીન તેને તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે. તેમણે અલગ-અલગ ટેસ્ટ કરીને તારણ કાઢયું છે કે જે લોકો યાદશક્તિ, વર્બલ રીઝનિંગ, રીએકશન ટેસ્ટ વગેરેની કસોટીઓમાં સારો દેખાવ કરી જાણે છે તેમના જનીન હાઇ બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, ઓલ્ઝાઇમર્સ ડિસીઝની સામે નમતું જોખતા નથી અને તેમની ઓવરઓલ હેલ્થને તરોતાજા રાખે છે.
આવા સુપર જનીન ધરાવતા લોકોનાં મગજ પણ સામાન્ય કરતાં થોડાં મોટી સાઇઝનાં હોય છે. હા એટલું ખરૂં કે જે લોકો અત્યંત ઇન્ટેલિજન્ટ હોય અને જેમનો ઇન્ટેલિજન્સ કવોશન્ટ (ૈંઊ) પણ ઘણો ઊંચો હોય તેમનામાં સ્કિઝોફ્રેનિયા, ઓટિઝમ અને બાયપોલર ડિસઓર્ડર જેવી તકલીકો થવાની શક્યતાઓ વધારે રહે છે.