Junagadh તા.ર3
જુનાગઢની ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.નો સપ્તક યુવક મહોત્સવ અવસર-ર0રપ જામખંભાળીયા મુકામે તા.19 અને ર0 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવેલ હતો. મંડળ સંચાલીત એમ.એમ.ઘોડાસરા મહિલા કોલેજની 47 વિદ્યાર્થીનીઓએ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો.
જેમાં લોકનૃત્યમાં પ્રથમ, કોલેજમાં પ્રથમ જાડેજા રોશની, પોસ્ટર મેકીંગમાં પ્રથમ જાડેજા રોશની, કલાયાત્રામાં દ્વિતીય-લોકગીતમાં દ્વિતીય ગીયડ અંજલી, સમુહ ગીતમાં દ્વીતીય-તત્કાલ ચીત્રકલામાં દ્વીતીય જાડેજા રોશની, દુહા-છંદમાં તૃતીય ગીયડ અંજલી, શાસ્ત્રીય વાદ્ય સંગીતમાં તૃતીય આસ્થા જેઠવા એમ નવ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ પોતાની આંતરીક કલાનું ઉત્કૃત્કૃષ્ટ પ્રદર્શન કરી ઉચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યુ છે.
આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ કૃતિઓ આંતર યુનિવર્સીટી ખાતે પ્રતીનીધી કરશે. સમગ્ર સ્પર્ધાઓ કોલેજ પ્રીન્સીપાલ ડો. દિનેશભાઇ એ.ડઢાણીયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી અને સમગ્ર સ્પર્ધા અને કાર્યક્રમની વ્યવસ્થા સાંસ્કૃતીક ઇન્ચાર્જ પ્રા.ડો.રેખાબેન એમ.ગુંજારીયા અને પ્રા.ડો.એમ.રીટીબેન રાણીંગાએ કરી હતી અને પ્રા.ડો.રમેશભાઇ સાગઠીયા તથા પ્રો.ડો.રક્ષાબેન બાથાણીએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી.
સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ પ્રિન્સીપાલ ડો.દિનેશભાઇ ડઢાણીયા, પટેલ કેળવણી મંડળના મેનેજીંગ ટ્રસ્ટી કાંતીભાઇ ફળદુ, પ્રમુખ સી.એ.સવજીભાઇ મેનપરા, અને કોલેજના ઇન્ચાર્જ રતીભાઇ ભુવાએ અભીનંદન પાઠવ્યા હતાં.