Junagadh,તા.16
પટેલ કેળવણી મંડળ સંચાલિત એમ.એમ.ઘોડાસરા મહિલા આર્ટસ, એન્ડ કોમર્સ કોલેજના યજમાન પદે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ ખો-ખો સ્પર્ધા ગત તા.11/9ના રોજ આયોજન કરવામાં આવેલ હતી.જેમાં જુદી જુદી કોલેજની આઠ ટીમે ભાગ લીધો હતો.જયારે જુદી-જુદી આઠ કોલેજની બહેનો ડાયરેકટ સિલેકશનમાં આવેલ હતી.
આ સ્પર્ધામાં નિરિક્ષક તરીકે ડો.ધાંધિયા હાજર રહ્યા હતા. આ સ્પર્ધામાં ચેમ્પિયન મહિલા આર્ટસ કોલેજ ઉના અને રનર્સઅપ એમ.એમ.ઘોડાસરા મહિલા કોલેજ જૂનાગઢ રહી હતી.આ ટીમને જરૂરી કોચિંગ અને માર્ગદર્શન ડો.રેખાબેન કાચડીયાએ આપેલું હતું.આ સ્પર્ધાના ઉદ્ઘાટનના અધ્યક્ષ સ્થાને કોલેજના પ્રિન્સિપાલ ડો.ડી.એ.ડઢાણીયા ઉપસ્થિત રહ્યા હતા.
જેમણે તમામ ટીમને રમત-ગમત દ્વારા ચિંતા કેવી રીતે દુર કરી શકાય તેમજ અત્યારે હાલના સમયમાં આત્મહત્યાનો પ્રશ્ન ખુબ જ વધી રહ્યા છે તો તે નિવારવા માટે રમત ગમત દ્વારા તમામ વિદ્યાર્થીએ નાની-નાની રમતો રમી તેમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય તેના વિષે માર્ગદર્શન પણ પુરું પાડેલ તેમજ તમામ ટીમને પ્રોત્સાહિત કરી અને અભિનંદન પણ આપ્યા હતા. આ સમગ્ર સ્પર્ધાનું આયોજન કોલેજ પી.ટી.આઈ.ડો.રેખાબેન કચડીયાએ કરેલ હતું.
સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ કોલેજના પ્રિન્સીપાલ ડો.દિનેશભાઈ ડઢાણીયા, પટેલ કેળવણી મંડળના મેનેજીંગ ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુ, પ્રમુખ સી.એ.સવજીભાઈ મેનપરા અને કોલેજ કમિટીના ઈન્ચાર્જ રતિભાઈ ભુવાએ અભિનંદન પાઠવ્યા હતાં.