Bhavnagar તા.6
ભાવનગર નજીક એક પવનચકકી પડી ગયાની અફવા ફેલાઇ હતી. જેનું આયુષ્ય પુર્ણ થતા તે પાડીને ઉતારવામાં આવી હોવાની સ્પષ્ટતા કરાઇ છે. ભાવનગર નજીકના માળનાથના ડુંગરમાં લગાવેલી પવનચક્કી ધરાશાયી થઇ હતી.
આજુબાજુના ગ્રામજનો દોડી ગયા હતા અને પવનચક્કી ધરાશયી થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. દરમિયાન પવનચક્કી પડી નથી પરંતુ તેનું આયુષ્ય પૂરું થતાં તેને પાડવામાં આવી છે તેમ પવનચક્કી પાડનાર એજન્સીના કર્મચારીએ જણાવી સોશિયલ મીડિયામાં અફવા ન ફેલાવવા અપીલ કરી હતી.