Ahmedabad,તા.15
ફાઈનાન્સીયલ હબ તરીકે ઉભરી રહેલા ગુજરાતના ગીફટ સીટીમાં હવે એક નવો યુગ શરૂ થવાના સંકેત છે. આઈપીઓ મારફત નાણાં એકત્રિત કરવા માટે અનલિસ્ટેડ કંપનીઓને ગીફટ સીટીમાં સ્વતંત્ર પ્લેટફોર્મ ઉપલબ્ધ બને તે દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ગીફટ સીટી માટે નવા સીઈઓની નિયુકિત કરવામાં આવી જ છે. ફાઈનાન્સીયલ એકટીવીટીને પ્રોત્સાહન આપવા તથા વધુને વધુ કંપનીઓને આકર્ષવા માટે કદમ ઉઠાવવામાં આવે જ છે.બજારના સુત્રોએ કહ્યું કે એકટેક સહિતની અર્ધો ડઝન કંપનીઓમાં લીસ્ટીંગ માટેની વાટાઘાટો શરૂ કરી છે.
ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ સર્વીસ ઓથોરીટી દ્વારા ડાયરેકટ લીસ્ટીંગ ફ્રેમવર્ક માટે મંજુરી અપાયાના એક વર્ષ બાદ આ પ્રક્રિયા શરૂ થઈ છે. ગીફટ સીટીનાં સુત્રોએ કહ્યું હતું કે 10 થી 15 મીલીયન ડોલરની મૂડી એકત્રીત કરવા માટે અર્ધો ડઝન કંપનીઓ આઈપીઓ માટેના ક્રાફટ પ્રોસ્પેકટસ રજુ થશે તેવી સંભાવના છે.
ગીફટ સીટીનો પ્રારંભ ધમધોકાર રહ્યો હતો. સરકાર દ્વારા પણ વહિવટી-કાયદાકીય છુટછાટો પણ આપવામાં આવી હતી. થોડો વખત પ્રતિસાદ નબળો પડયા બાદ ફરી વખત આઈપીઓનાં લીસ્ટીંગ સાથે ધમધમાટ વધી શકે છે.