Dubai,તા.28
ભારતીય બેટ્સમેનો શુબમન ગિલ અને રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના રેન્કિંગમાં બેટ્સમેનોના રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. આ સાથે જ વિરાટ કોહલી ચોથા નંબર પર છે.
ગિલ (784 રેટિંગ પોઇન્ટ) અને રોહિત (756)ની જોડીએ અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાન પર કબજો જમાવ્યો છે જ્યારે પાકિસ્તાનનો બાબર આઝમ (739) ત્રીજા સ્થાને છે.
કોહલીના 736 પોઇન્ટ છે. બોલરો માટેનાં તાજેતરનાં વન ડે રેન્કિંગમાં મહેશ ટીક્ષ્ણા 671 રેટિંગ પોઈન્ટ્સ સાથે ટોચનાં સ્થાને પહોંચી ગયો છે, તેની સાથે કેશવ મહારાજ પણ સામેલ છે.
કુલદીપ યાદવ (650) અને રવિન્દ્ર જાડેજા (616) અનુક્રમે ત્રીજા અને નવમાં ક્રમે છે. રોહિત અને કોહલીએ ટી-20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પણ તે બંને વન ડે ફોર્મેટમાં સક્રિય છે. રોહિત અને કોહલી બંને છેલ્લે ફેબ્રુઆરી 2025માં યુએઈમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન વન ડે રમ્યાં હતાં.