Kodinar તા 26
કોડીનાર અંબુજાનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી પ્રસંગે સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીની મહિલા અગ્રણી એ ગીર સોમનાથ જિલ્લામાં છડે ચોક ચાલતા દારૂ જુગારના હાટડા બંધ કરવા જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સમક્ષ રડતા રડતા રજૂઆત કરતા ચકચાર જાગી છે
ગીર સોમનાથ જિલ્લામાં સંખ્યાબંધ ઠેકાણે દેશી વિદેશી દારૂ ના આંકડા ખુલ્લેઆમ ચાલી રહ્યા છે દેશી વિદેશી દારૂની લતે ચડાલા યુવાનોના કારણે અનેક ઘર બરબાદના પંથે જઈ રહ્યા છે દારૂડિયા પતિના ત્રાસથી સોરઠની અનેક મહિલાઓ ત્રાહિમામ પોકારી ગઈ છે તો 30 થી 50 વર્ષની ઉંમરે કેટલીક મહિલાઓ વિધવાઓ બની રહી છે ત્યારે દારૂના દુષણ માંથી મુક્તિ અપાવવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી પ્રસંગે હજારો મહિલાઓની વચ્ચે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીના ડાયરેક્ટર મોતીબેન ચાવડાએ રડતા ચહેરે વ્યસન મુક્તિ માટે જિલ્લાભરમાં ઠેકાણે ચાલતા દારૂના દાવો પર અંકુશ લાવવા માંગણી કરતા જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ મોતી બહેન ચાવડાના ભાષણની વચ્ચે ઊભા થઈને સોરઠ મંડળની મહિલાઓ દ્વારા આ બાબતે ધ્યાન દોરવામાં આવશે તો તુરત જ પગલાં લેવડાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનાર શહેર તથા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેકાણે દેશી વિદેશી દારૂના હાથડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ઘાટવડ, નગડલા, સુગાળા, પિછવા, પીછવી, છારા, પણાદર, સિંધાજ, બરડા સહિતના અનેક ગામોમાં રિત સરની દેશી દારૂની નિ મીની ફેક્ટરીઓ ધમધમી રહી છે જેમાં વધુ પૈસા કમાઈ લેવાની લહાઈમાં આ દેશી દારૂમાં ઝેરી તત્વો ઉમેરીને વધુ નશાકારક બનાવાય છે પરિણામે દારૂની લતે ચડેલો યુવાન અકાળે વૃદ્ધાવસ્થામાં આવીને મૃત્યુ પામે છે તંત્રને આ બધી જ ખબર હોવા છતાં માત્ર દારૂના નાના નાના કેસ કરીને કામગીરી દેખાડે છે ત્યારે આ તમામ ગેરકાયદેસર પ્રવૃતિને અંકુશમાં લેવાય જરૂરી બને છે મહિલા આંતરરાષ્ટ્રીય દિનની ઉજવણી વખતે મહિલા અગ્રણીની રજૂઆત અને જિલ્લા કલેકટરે આપેલી ખાતરી આવનારા દિવસોમાં શું પરિણામ લાવશે તેના તરફ સોરઠ મહિલા મંડળની મીટ મંડાણી છે

