Gir Somnath, તા.14
ગીર સોમનાથ જીલ્લા તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા દ્વારા ભારત સરકાર દ્વારા શરૂ કરેલ તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0 નું વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગ રૂપે સૌ સાથે મળીને જીલ્લા ની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તમાકુ મુક્ત કરીએ અને યુવાનોને તંદુરસ્ત, તમાકુ મુક્ત જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરીએ તેનો પ્રારંભ કરવામાં આવેલ છે.
ગીર સોમનાથ કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પી.એન.બરુઆ, એપિડેમિક મેડિકલ ઓફિસર ડો દિવ્યેશ ગોસ્વામીની સૂચનાથી સોશ્યલ વર્કર દીપ્તિ વ્યાસ દ્વારા જિલ્લાના ઘુસિયા ખાતેની સરકારી આઈ.ટી.આઈ.માં આયોજન કરી તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0નો પ્રારંભ કરેલ આ તકે સોશ્યલ વર્કર દીપ્તિ વ્યાસ દ્વારા ઉપસ્થિત તમામ ને માર્ગદર્શન આપતા જણાવેલ કે, આ અભિયાનનો મુખ્ય હેતુ ગીર સોમનાથ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તમાકુ મુક્ત થાય અને આપણા યુવાનો ને તમાકુ મુક્ત પેઢી તરફ દોરવા અને ખાસ કરીને તંદુરસ્ત અને ઉજળા ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવા માટેનું એક મજબૂત પગલું છે, તમાકું એ વ્યસન ની દુનિયાનું પ્રથમ પગથિયું છે.
તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0 મુખ્ય ચાર વ્યૂહ રચના પર આવનાર 60 દિવસ માં કામ કરવાનું છે જેમાં જીલ્લા માં 400 જેટલી તમાકું મુક્ત શૈક્ષણિક સંસ્થા, 30 ગામો તમાકુ – સ્મોક ફ્રી વિલેજ, 2003 એક્ટ નું સખત અમલવારી માટે દંડ વસુલાતની કાર્યવાહી અને સોશિયલ મીડિયા મારફત જન જાગૃતી ફેલાવવામાં આવનાર છે.