Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ
    • WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે
    • ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ
    • એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા
    • Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો
    • પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika
    • Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં
    • મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જેતપુરમાં ડીવાયએસપી કચેરી બહાર યુવતીનો આત્મવિલોપનનો પ્રયાસ
    સૌરાષ્ટ્ર

    જેતપુરમાં ડીવાયએસપી કચેરી બહાર યુવતીનો આત્મવિલોપનનો પ્રયાસ

    Vikram RavalBy Vikram RavalFebruary 5, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jetpur,તા.05

    રાજકોટ જિલ્લાના જેતપુરમાં ડીવાયએસપી કચેરી બહાર એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો. યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસમાં દોડધામ મચી. યુવતીએ કચેરીની બહાર ઝેરી દવા ગટગટાવતા આપઘાતના પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી. યુવતીને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.

    મળતી માહિતી મુજબ યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચર્યુ હોય તેમ છતાં પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતી હોય જેથી પોલીસ દ્વારા ફરિયાદ ના નોંધાતા આખરે યુવતીએ કચેરી બહાર અંતિમ પગલું ભરી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. સ્થાનિક લોકો અને પરિવારના સભ્યોએ યુવતીને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી હતી. યુવતીના પરિવારે આક્ષેપક કરતા કહ્યું હતું કે પોલીસ દ્વારા  દુષ્કર્મ ગુનેગારોને છાવરતા હોવાનો ગંભીર આરોપ લગાવતા ન્યાયની માંગ કરી. પરિવારનો આક્ષેપ છે કે તેમની પુત્રી દુષ્કર્મની ઘટનાનો શિકાર બની છે. છતાં પણ પોલીસ ગુનેગારો વિરુદ્ધ ફરિયાદ નથી લઈ રહી. આખરે લોકોની રક્ષા કરતી પોલીસ તરફથી જ ન્યાય ના મળતાં યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો.

    પીડિતાના પરિવારે જેતપુર, વીરપુર, જૂનાગઢ પોલીસ ધક્કા ખડવતા હોવાનો આક્ષેપ કર્યો. પીડિતા અને તેના પરિવારજનોએ વીરપુર પોલીસના બદલે રૂરલ એલસીબી અથવા એસપી દ્વારા સમગ્ર મામલાની તપાસ કરે તેવી માંગ કરી છે.

    ગોંડલ તાલુકાનાં ચોરડી નજીક આવેલા વાવડીનાં વીડો ગામે રહેતી યુવતીએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, જીલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરીને જણાવ્યુ કે પોતાનું અપહરણ કરી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ જુનાગઢ એ ડીવીઝન તથા વિરપુર પોલીસે લીધી નથી અને પોલીસ સ્ટેશનનાં ધક્કા ખવરાવ્યા છે.આથી ન્યાય નહીં મળે તો આજે 

     વિરપુર પોલીસ સ્ટેશન અથવા એસપી કચેરી સામે આત્મવિલોપન કરીશ તેવો લેટર લખી ચીમકી ઉચ્ચારી હતી.જેમાં કિર્તીબેન પરમારે રજુઆતમાં જણાવ્યું કે વાવડીના વીડો રહેતા વલ્લભભાઈ જાદવભાઇ ઘોળકીયા ઉપરાંત એક મહીલા સહીત સાત શખ્સોએ તા. 20/12/24 નાં મારું ઘર ભંગાવી નાખવાની ધમકી આપી મારુ અપહરણ કરી જૂનાગઢનાં દોલતપરા વિસ્તા માં લઇ જઇ ગોંધી રાખી હતી, જ્યાં આરોપીઓ દ્વારા છેતરીને મૈત્રી કરાર કરાવી ગોંધી રાખી છરીની અણીએ દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જેથી મેં આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા અંગે વિરપુર પોલીસમાં ફરિયાદ કરી તો જુનાગઢ ગુનો બને છે ત્યાં જાવ તેવુ પોલીસ તરફથી કહેતા જુનાગઢ એ’ ડીવીઝન પોલીસ 

    સ્ટેશન ગઈ હતી.પરંતુ ત્યાં વિરપુર પોલીસમાં જાવ તેવુ જણાવી યોગ્ય જવાબ નહી આપી ધક્કા ખવરાવતાં હોય આખરે મારે ન્યાય માટે આત્મવિલોપન કરવાની ફરજ પડી રહી છે, જો મને કંઈ પણ થશે તો જૂનાગઢ અને વિરપુર પોલીસ તથા એસપી કચેરીની જવાબદારી રહેશે તેવું લેટરમાં પણ જણાવ્યું હતું.

    આજ રોજ ડીવાયએસપી કચેરી ખાતે આત્મવિલોપન કરતા યુવતીના પરિવારએ વીરપુર પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે આરોપી વલ્લભ જાદવને છાવરી રહી છે અને એટલે જ ફરિયાદ નોંધવામાં ગલ્લાં તલ્લાં કરે છે. જેથી આરોપી સમય મળે ત્યારે ભાગી જઈ શકે.યુવતીના પરિવારજનોએ દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધી આરોપી સામે કાર્યવાહી કરતાં ન્યાયની માગ કરી.આ ઘટનાએ સ્થાનિક પોલીસની કાર્યપદ્ધતિ અને અપરાધીઓને રક્ષણ આપવાની શક્યતાને લઈને સવાલો ઊભા કર્યા છે.

    Jetpur
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Dhoraji: મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025
    ગુજરાત

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025

    Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો

    June 17, 2025

    પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.