Wadhwan, તા.8
સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મહત્યાના બનાવો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે ત્યારે જિલ્લાના લીમડી તાલુકાના લક્ષ્મીસર ગામ ખાતે એક યુવતીએ અગમ્ય કારણોસર વરસાદ પોતાના ઘરે જ ગળેફાસો ખાય અને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે ત્યારે તાત્કાલિક અસર લીમડી પોલીસને જાણકારી મળતા ઘટના સ્થળ ઉપર દોડી જઈ અને તપાસ હાથ ધરી છે અને યુવતીના મૃતદેહને લીમડી ખાતે સાર્વજનિક હોસ્પિટલ એ પીએમ માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના લક્ષ્મીસર ગામ ખાતે અગમ્ય કારણો કાજલ નામની યુવતીએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લેવાનો બનાવ સામે આવ્યો છે ત્યારે હજુ કારણ અકબંધ હોવાનું પોલીસ તંત્ર જણાવી રહી છે ત્યારે આ અંગેની લીમડી પોલીસ તંત્રને જાણકારી મળતાની સાથે જ લીમડી તાલુકાના લક્ષ્મીસર ગામે પોલીસ તંત્ર ત્યાં પહોંચ્યું હતું.
યુવતીના મૃતદેહને નીચે ઉતારી અને જેનું ઘટના સ્થળ ઉપર પંચનામું કરી અને તાત્કાલિક અસરે તેને સાર્વજનિક હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી અને હજુ આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.