Vadodara,તા.૩૦
વડોદરામાં એક કોમર્શિયલ બિલ્ડિંગ પરથી પડતુ મુકીને યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. આ બનાવની વિગત મુજબવડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની માહિતી મળતા જ લક્ષ્મીપુરા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક યુવતીનો પરિવાર પણ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.આઅંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાંઆ યુવકી સાત મિનીટમાં સાતમાં માળે પહોંચી હતી અને બાદમાં આ પગલું ભર્યું હતું.
પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે યુવતીએ કોમ્પ્લેક્સના સાતમા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. બી ડિવિઝનના એસીપી આર. ડી. કવાએ આ અંગે નિવેદન આપતાં કહ્યું, “અમારી પ્રાથમિક તપાસમાં આ ઘટના આપઘાતની હોવાનું લાગે છે, પરંતુ અમે તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ. આ એક આત્મહત્યા છે કે હત્યા, એ દિશામાં પણ અમે વિગતવાર તપાસ હાથ ધરી છે.”ઘરની પાસેના કોમ્પ્લેક્સ પરથી કૂદીને આપઘાત કર્યો
મૃતક યુવતી જીએસએફસી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ યુવતી ન્યૂ અલકાપુરી નારાયણ ગાર્ડન પાસે રહેતી હતી અને પોતાના ઘરથી ૫૦૦ મીટર દૂર આવેલા બિલ્ડિંગના સાતમા માળેથી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની રાત્રે તે કોમ્પ્લેક્સના પાછળના દરવાજાથી આવતી હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું છે, જોકે યુવતી આ કોમર્શિયલ બિલ્ડિંગમાં કેવી રીતે પ્રવેશી અને આ ઘટનાનું સાચું કારણ શું છે એ અંગે હજુ પોલીસ તપાસ ચાલી રહી છે.
આ અંગે એસીપી આર. ડી. કવાએ જણાવ્યું હતું કે “અમે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ અને ફોરેન્સિક ટીમની મદદથી ઘટનાનાં તમામ પાસાંની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. યુવતીના મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.”
આ સંદર્ભે હાલમાં લક્ષ્મીપુરા પોલીસે ફરિયાદ નોંધી યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી અને યુવતીના મોબાઇલને સાતમા મળેથી કબજો મેળવી એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.