લગ્ન વિચ્છેદ થી ખિન્ન યુવતી છેલ્લા કેટલાક સમયથી રહેતી હતી ઉદાસ
Rajkot,તા.24
શહેરના રામ પાર્ક શેરી નંબર છ મા એક મહિના ના સંસાર બાદ છુટાછેડા લઈ પોતાના માતા પિતાને ત્યાં રહેતી યુવતીએ લગ્ન વિંછેદ થી ડિપ્રેશનમાં આવી ગળે ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ રામપાર્ક શેરી નંબર છ બાલ્યાજી હોલ પાસે માતા-પિતાના ઘેર રહેતી ફેનાબેન ડોટર ઓફ નરોતમભાઈ વાછાણી 24 એ તારીખ 23 5 રાત્રે 9:00 વાગ્યા પહેલા પોતાના રૂમમાં જ ગળે ફાંસો ખાઈ લેતા 108 ની ટીમ દ્વારા ઘરમાં જફેના બેનને મૃત જાહેર કરી હતી.બનાવનાર પ્રાથમિક કારણમાં પારિવારિક સૂત્રો માંથી જાણવા મળેલી વિગત મુજબ ફેના બેનના આ વર્ષે લગ્ન થયા હતા પરંતુ લગ્નના એક મહિનામા ગતજાન્યુઆરી મહિનામાં છુટાછેડા થઈ ગયા હતા અને લગ્નવિછેદ નો ખુબ આઘાત લાગ્યો હતો …વિધિની વક્રતા એ છે કે ફેનાબેનની માતા પણ મેન્ટલ બીમાર છે વૃદ્ધ પિતા અને પરિસ્થિતિને લઈ ડિપ્રેશનમાં આવીને ફેનાબેને આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું બહાર આવ્યું છે.
આ બનાવ અંગે તાલુકા પોલીસના ઇન્વે, પીએસઆઇ એમ એસ પારગી એ તપાસ હાથ ધરી છે