Rajkot,તા.28
શહેરના રેલ નગર ભગિની ટાઉનશીપ માં રહેતી અને કેટરરનો વ્યવસાય કરતી યુવતીએ ફિનાઈલ પી લેતા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી
પ્રાપ્ત થતી વિક્તો મુજબ રેલ નગર ભગિની ટાઉનશિપમાં રહેતી નીલમબેન ડોટર ઓફ પરસોત્તમભાઈ કોટડીયા (૩૪) એ ગઈ રાત્રે ૧૧/૩૦ વાગે પોતાના ઘરે ફીનાઇલ પી લેતા તેની સાથે કામ કરતા રેસમાં બેન સિવિલમાં લઈ આવ્યા હતા. પારિવારિક સૂત્રોમાંથી જાણવા મળતી મુજબ નીલમબેન ના પિતા અને ભાઈ ના અગાઉ અલગ અલગ રીતે વાહન અકસ્માતમાં મૃત્યુ નીપજયા હતા નીલમબેન છેલ્લા કેટલાક સમયથી ગુમ સુમ રહેતા હતા અને ગઈકાલે ભાઈ ની યાદ આવતા ફીનાઇલ પી લીધું હોવાનું તેમણે જણાવ્યું હતું હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળેલ છે.