Morbi,તા.29
માળિયા ફાટક ઓવરબ્રિજ પરથી દંપતી તેની સાત વર્ષની બાળકી સાથે બાઈકમાં જતું હતું ત્યારે ઓવરબ્રિજ ઉતરતા ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં બાળકી ટ્રકના પાછળના વ્હીલમાં આવી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું જયારે દંપતીને ઈજા પહોંચાડી ટ્રક લઈને ચાલક નાસી ગયો હતો
મોરબીના વેજીટેબલ રોડ પર રહેતા પીન્ટુભાઈ ચનાભાઈ પરમારે ટ્રક જીજે ૩૭ ટી ૬૯૯૦ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદી પીન્ટુભાઈ, તેના પત્ની અશ્મિતાબેન અને દીકરી આયુષી (ઉ.વ.૦૭) વાળા બાઈક લઈને માળિયા ફાટક ઓવરબ્રિજ ઉતરતા હતા ત્યારે ટ્રક ચાલકે સાઈડ કાપી ડાબી બાજુ દબાવી બાઈકના હેન્ડલ સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો અને બાઈક પછાડી દેતા દીકરી આયુષી ટ્રકના પાછળના વ્હીલમાં આવી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું બાઈક ચાલક પીન્ટુભાઈ અને તેના પત્ની અશ્મિતાબેનને ઈજા પહોંચાડી ટ્રક લઈને ચાલક નાસી ગયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે