Ahmedabad,તા.૭
શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મણિનગરમાં રહેતી એક યુવતીને સોશિયલ મીડિયા પર એક યુવક સાથે મિત્રતા થઈ હતી. મિત્રતા થયા બાદ યુવતી અને યુવક રિવરફ્રન્ટ પર મળ્યા હતા અને બાદમાં તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી. યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને સંબંધ બાંધ્યા હતા. જોકે બાદમાં તેમના સંબંધોમાં ચોંકાવનારો વળાંક આવ્યો.
૨ વર્ષ પહેલા યુવતીને યુવક સાથે મિત્રતા થઈ અને આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી. બાદમાં યુવકે લગ્નની લાલચ આપીને યુવતી સાથે સંબંધો બાંધ્યા હતા. જોકે અમુક કારણોસર બંને વચ્ચે તકરાર થઈ અને યુવતીએ યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવકે લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે અને હાલ આ મુદ્દો શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
યુવતીએ દુષ્કર્મની ફરિયાદની સાથે છેડતીની પણ ફરિયાદ નોંધાવી છે. યુવક અમદાવાદના બહેરામપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પ્રાપ્ત થતી માહિતી મુજબ યુવતીએ વાસણા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી જ્યારે મણિનગરમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા યુવતીને ભારે પડી હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા બાદ યુવક અને યુવતી પહેલા રિવરફ્રન્ટ પર મળ્યા હતા. જેમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવકે લગ્નની લાલચ આપીને યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા. જોકે બાદમાં બંને વચ્ચે તકરાર થયા બાદ યુવતીએ યુવક સામે દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ નોંધાવી છે. જેમાં સમગ્ર મામલે પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.