New Yorkતા.22
આંતર રાષ્ટ્રીય નાણા ભંડોળમાં નંબર-2 જેવા મહત્વના સ્થાન ઉપર ફરજ બજાવતા ભારતીય મુળના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથન આગામી માસમાં તેમના પદ પરથી રાજીનામુ આપશે અને તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ફરી એક વખત પ્રોફેસર તરીકે સામેલ થઈ જશે.
2019માં ગીતા ગોપીનાથન આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળના પ્રથમ ચીફ ઈકોનોમીકસ બન્યા હતા. અને બાદમાં તેમને ફર્સ્ટ ડે.મેનેજીંગ ડીરેકટર બનાવાયા હતા. તેઓ અગાઉ હાર્વર્ડમાં જ અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કામ કરતા હતા.
હવે આઈએમએફમાં તેના સ્થાને કોઈ અમેરીકીની નિયુકિત થઈ શકે છે. ખાસ કરીને અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે જે રીતે અમેરીકાની મધ્યસ્થ બેંકના વડાને પણ દુર કરવા માંગે છે.
તે સંદર્ભમાં હવે ગીતા ગોપીનાથન રાજીનામુ આપતા ટ્રમ્પ માટે તેની કામગીરી સરળ બની જશે. ગીતા ગોપીનાથન સહિતના અનેક ભારતીય મુળના અર્થશાસ્ત્રીઓ હાર્વર્ડમાં પરત જવા લાગ્યા છે.