Ahmedabad,તા. 8
ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે 2002ની સાબરમતી એક્સપ્રેસ ટ્રેન કાંડના દોષિત ફારુક મોહમ્મદ ભાનાએ તેના બીમાર પિતાની સારવાર માટે હાજરીના આધારે કરેલી હંગામી જામીન અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે આ આધાર પર જામીન નામંજૂર કર્યા કે તેને તાજેતરમાં જામીન આપવામાં આવ્યા છે.
ગોધરામાં ભૂતપૂર્વ નગરસેવક ભાણાને આ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ગોધરા કાંડની તપાસ કરનાર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) નાં કેસ મુજબ, ભાણા આ કેસમાં મુખ્ય કાવતરાખોર હતો અને 14 વર્ષ પછી રાજ્યની આતંકવાદ વિરોધી દળ (ATS) દ્વારા વર્ષ 2016 માં તેની ધરપકડ કરવામાં આવી હતી.
જામીનની માંગ કરતી વખતે, ભાણાના વકીલે તેમના પિતાની તબીબી સારવાર હાથ ધરવાના આધારે કામચલાઉ જામીન માંગ્યા હતા, જેની ઉંમર લગભગ 95 વર્ષની છે, ડાયસ્ટોલિક ડિસફંક્શન હોવાનું નિદાન થયું છે અને તેઓ કિડની સંબંધિત બિમારીથી પીડિત છે.
બીજી તરફ અધિક સરકારી વકીલે અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે અરજદારના પરિવારના અન્ય સભ્યો છે જેઓ અરજદારના પિતાનું ધ્યાન રાખી શકે છે. અગાઉ તેને આ વર્ષે 1 મેથી આઠ દિવસ માટે મુક્ત કરવામાં આવ્યો હતો.
જસ્ટિસ સંજીવ ઠાકર દ્વારા આદેશમાં અવલોકન. કરાયું હતું કે “જેલની ટિપ્પણી સૂચવે છે કે અરજદારને ઈંઙઈની કલમ 302 હેઠળના ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે અને તેને આજીવન કેદની સજા કરવામાં આવી છે.
અરજદારના પિતાની દેખભાળ કરી શકે તેવા પરિવારના અન્ય સભ્યો છે અને અરજદારને તાજેતરમાં જ કામચલાઉ જામીન આપવામાં આવ્યા છે તે હકીકતને હાલની અરજી નામંજૂર કરવામાં આવે છે.”
27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન પર અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના જ-6 કોચ પર બેકાબુ ટોળાએ હુમલો કરતા કુલ 59 કારસેવકોને સળગાવી દેવામાં આવ્યા હતા. ફારુક ભાણાને પોલીસે મુખ્ય કાવતરાખોર તરીકે ગણાવ્યો હતો. ટ્રેન સળગાવવાની ઘટનાથી 59 લોકોના મોત થયા હતા.
એફઆઈઆરમાં, ભાણા પર ગોધરા રેલ્વે સ્ટેશન નજીક અમન ગેસ્ટ હાઉસમાં અન્ય આરોપીઓ સાથે મીટિંગ દરમિયાન જ-6 કોચને આગ લગાડવાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ભાણા શરૂઆતથી અંત સુધી સમગ્ર આયોજનમાં સામેલ હતો.
ભાણા ઉમર અહેમદની નકલી ઓળખનો ઉપયોગ કરીને 14 વર્ષથી મુંબઈમાં રહેતો હતો અને ગોધરા નજીકના વિવિધ સ્થળોએ તેના પરિવાર સાથે અવારનવાર મુલાકાત કરતો હતો. બાદમાં એટીએસ દ્વારા તેની 14 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી હતી.