Morbi,તા.08
શહેરના મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર ગોલાના ધંધાર્થીઓ બાખડી પડ્યા હતા જેમાં ઝપાઝપી અને મારામારી બાદ મહિલાએ ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોય પોલીસ ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહેતા ચંદ્રિકાબેન પ્રભુલાલ પંડ્યા (ઉ.વ.૫૦) આરોપીઓ કિશન ભરતભાઈ ભરવાડ, નીલેશ ભરતભાઈ ભરવાડ અને બાબુ ભરવાડ રહે બધા મોચી ચોક મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ચંદ્રિકાબેન અને પ્રફુલભાઈ મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર ગોલાનો વેપાર કરે છે અને આરોપીઓ પણ ગોલાનો વેપાર કરે છે ચંદ્રિકાબેનને ત્યાં વધુ ગ્રાહકો આવતા હતા અને આરોપીઓને ધંધો ચાલતો ના હોવાનો ખાર રાખી આરોપીઓએ ચંદ્રિકાબેનના ભાઈને ઢીકા પાટું માર મારતા ચંદ્રિકાબેન છોડાવવા જતા માથામાં ખુરશી મારી લોહી કાઢી ઈજા કરી તેમજ ફરિયાદી સહિતનાને દુકાન ખોલશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે