Mumbai,તા.25
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગી હતી તથા ભાવમાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વ બજારના સમાચાર ઉછાળે વેચવાલી બતાવતા હતા. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચે ઉતરતાં દેશના ઝવેરી બજારોમાં આજે ઉંચા મથાળે નવી માગના અભાવે માનસ નફારૂપી વેંચવાનું રહ્યું હતું.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૭૫૦થી ૨૭૫૧ વાળા નીચામાં ભાવ ૨૭૧૫ થયા પછી ઉંચામાં ભાવ ૨૭૪૧ થઈ ૨૭૩૯થી ૨૭૪૦ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ તૂટી ૯૯.૫૦ના રૂ.૮૦૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૧૦૦૦ રહ્યા હતા.
જયારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૧૦૦૦ ઘટી રૂ.૯૮૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૨૦૦૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંશના ૩૪,.૫૦થી ૩૪.૫૧ વાળા નીચામાં ૩૩.૬૩ થયા પછી ઉંચામાં ભાવ ૩૪.૨૯ થઈ ૩૪.૦૫થી ૩૪.૦૬ ડોલર રહ્યા હતા.
જો કે વૈશ્વિક ડોલરના ભાવ આજે ૦.૭૮ ટકા વધ્યા હતા વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૧૦૩૪થી ૧૦૩૫ વાળા નીચામાં ૧૦૨૦ તથા ઉંચામાં ભાવ ૧૦૪૪ થઈ ૧૦૩૫થી ૧૦૩૬ ડોલર રહ્યાના સમાચાર હતા. પેલેડીયમના ભાવ ૧૦૭૧થી ૧૦૭૨ વાળા નીચામાં ૧૦૬૬ તથા ઉંચામાં ૧૧૬૬ બોલાઈ ૧૧૨૮થી ૧૧૨૯ ડોલર રહ્યા હતા.
દરમિયાન,મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૮૩૭૭ વાળા રૂ.૭૭૮૪૮ થઈ રૂ.૭૭૯૩૩ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૮૬૯૨ વાળા રૂ.૭૮૧૬૧ થઈ રૂ.૭૮૨૪૫ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૮૮૬૨ વાળા રૂ.૯૭૪૨૦ થઈ રૂ.૯૭૪૯૩ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી.
બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૪.૭૩ વાળા ઉંચામાં ૭૬.૫૪ થયા પછી નીચામાં ૭૫.૦૯ થઈ ૭૫.૪૮ ડોલર રહ્યાના સમાચાર હતા. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક વધ્યાના સમાચાર હતા. યુએસ ક્રૂડના ભાવ ૭૦.૪૧ વાળા ઉંચામાં ૭૨.૩૪ થઈ ૭૧.૩૧ ડોલર રહ્યા હતા.