Mumbai, તા.16
સોના-ચાંદીમાં આજે ફરી ઘટાડો થયો છે. સોનામાં રૂા.750 અને ચાંદીમાં રૂા.340 નો ઘટાડો નોંધાયો છે. જેને પગલે સોનાનો ભાવ રૂા.79000 અને ચાંદીનો રૂા.92300 એ પહોંચ્યો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ચાર ટકાથી વધુ હોઈ ટુંક સમયમાં રેટકટની શક્યતા વધી હતી જે જાહેરાત રિઝર્વ બેન્કના ગર્વનરે કરી હતી. ભારતનું ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશન ઓકટોબરમાં સતત બીજે મહિને 3.5 ટકા વધ્યું હતું જે ઓકટોબરમાં 3.1 ટકા વધ્યું હતું.
યુરોપીયન સેન્ટ્રલ બેન્કે ઇન્ટરેસ્ટ રેટમાં 25 બેસીસ પોઇન્ટનો ઘટાડો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ત્રણ ટકાએ પહોંચાડયા હતા. યુરોપીયન સેન્ટ્રલ બેન્કનો આ ચોથો રેટકટ હતો. આ ઘટાડા પછી 2025માં જુન સુધી દરેક મિટિંગમાં 25 બેસીસ પોઇન્ટનો રેટકટ આવવાની માર્કેટની ધારણા છે કારણ કે યુરો એરિયાનું ઈન્ફલેશન સેન્ટ્રલ બેન્કના બે ટકાના ટાર્ગેટ નજીક પહોંચી ગયું છે.
કેનેડાની સેન્ટ્રલ બેન્કે પણ 50 બેસીસ પોઇન્ટનો રેટકટ કર્યો હતો જે સતત બીજે રેટકટ હતો. સ્વીત્ઝરલેન્ડની સેન્ટ્રલ બેન્કે પણ બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટમાં 50 બેસીસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો જે સતત ચોથો ઘટાડો હતો.
અમેરિકાનું ઈન્ફલેશન નવેમ્બરમાં સતત બીજે મહીને વધતા 2025માં ફેડના રેટકટની સંભાવના ધુંધલાતી બનતા સોનુ સતત પાંચ દિવસ વધ્યા બાદ ગુરૂવારે વર્લ્ડ માર્કેટમાં ઘટયુ હતું. સોનુ ઘટીને 2449 ડોલર થયુ અને ચાંદી 30.59 થયુ છે. ચીનના અગ્રેસીવ સ્ટીમ્યુલેસ પેકેજની ધારણા હોય ચાંદીમાં ડિમાન્ડ વધતા મજબૂતી વધી છે.