New Delhi,તા.6
ભારતની શાન, ઐતિહાસીક ધરોહર તથા દેશની ગૌરવગાથાના પ્રતિકસમા લાલકિલ્લાની સુરક્ષામાં ચૂકનો ખુલાસો થયો છે. અહી યોજાયેલ જૈન ધર્મનાં એક કાર્યક્રમમાંથી કરોડોની કિંમત ધરાવતા હીરા-સોના જડીત કળશની ચોરી થતાં સનસનાટી મચી જવા પામી છે.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ હાજર હતા.
પ્રાપ્ત વિગતો મુજબ લાલકિલ્લા સંકુલનાં 15 ઓગસ્ટ પાર્કમાં 28 ઓગસ્ટથી જૈન ધર્મનો ધાર્મિક ઉત્સવ-અનુષ્ઠાન શરૂ થયા છે. 9 સપ્ટેમ્બર સુધી આ ઉત્સવ ચાલવાનો છે. તેમાં એક ખાસ મંચ તૈયાર કરાયો હતો.
ધોતી-કૂર્તિ પહેરીને જ ત્યાં પ્રવેશ શકય હતા.દિલ્હીનાં ઉદ્યોગપતિ સુધીર જૈન સોના-હીરા જેવા કળશ સાથે પૂજા કરતા હતા. 760 ગ્રામ સોના તથા 150 ગ્રામ હીરા માણેક અને પન્નાથી જડીત કળશને મંચ પર રાખ્યો હતો. મંગળવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિડલા, કાર્યક્રમમાં સામેલ થયા હતા. ત્યારે કળશની ચોરી થઈ ગઈ હતી. કળશ ન મળતા પોલીસમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમીક તપાસમાં ધોતી-કુર્તા પહેરેલા શખ્સે તે ચોરી કર્યાનું ખુલ્યુ હતું. આ શખ્સ રોજ આવતો હતો લાલકિલ્લા સંકુલમાં ચોરી થતાં સુરક્ષા સામે પણ સવાલ ઉઠયા છે.