Mumbai.તા.10
આજરોજ સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો નોંધાયો છે. સોનામાં આજે રૂ।.2200 અને ચાંદીમાં રૂ।.4400નો વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી મળેલ રાહત બાદ આજે મોટો ઉછાળો થયો છે. આ સાથે સોનું રૂ।.126300 અને ચાંદી રૂ।.156400ના સ્તરે પહોંચ્યું છે.
અમેરિકા સહિત વૈશ્વિક ઘટના ક્રમોની અસર બાદ બજારમાં ઉથલપાથલ સર્જાણી છે જેને પગલે સોનાચાંદીમાં ઉછાળો નોંધાયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનામાં રૂ।.45000નો વધારો થયો છે. 31 ડિસેમ્બર 2024ના 24 કેરેટના સોનાના 10 ગ્રામનો ભાવ રૂ।.76162 હતો જે હાલ રૂ।.126300એ પહોચ્યો છે.ચાંદીમાં પણ આ વર્ષ દરમ્યાન રૂ।.64000ની વધુનો વધારો થયો છે.
31 ડિસેમ્બર 2024ના રોજ રૂ।.86017 હતો જે વધીને રૂ।.156400 થયો છે. નિષ્ણાંતોના મતે સોનામાં દિવાળી વેેકેશન પુરુ થઈ ગયું છે. આગામી દિવસોમાં સોનામાં ભાવમાં વધઘટ થઈ શકે છે. હાલ લગ્નની સીઝન પણ શરૂ થઈ ગઈ છે. બજારમાં હલચલ જોવા મળશે.
દિવાળી બાદ સોનુ ઘટીને રૂ।.12200નાં સ્તરે પહોચ્યું હતું. અને ચાંદી રૂ।. 146000 સુધી પહોચી ગયું હતું. પરંતુ જયારે સોના ચાંદીની સૌથી વધુ ખરીદી થાય છે. તેવા દિવાળીના મહાપર્વ દરમ્યાન સોનાચાંદી રેકોર્ડ બ્રેક સ્તરે પહોચ્યું હતું.ચાંદી રૂ।.182000ના સ્તરે પહોંચી ગયું હતું.

