Mumbai,તા.2
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ટેન્શન દુર થવાની શક્યતાએ વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી સતત ત્રીજે દિવસે તુટયા હતા. વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને 3201.20 ડોલર અને ચાંદી ઘટીને 31.61 ડોલરે પહોંચી હતી.
સ્થાનિક માર્કેટમાં સોના ના ભાવમાં રૂ 200 અને ચાંદીના ભાવમાં 350 ઘટયા છે. તેની સાથે સોનું 96700 અને ચાંદી 97000 એ પહોંચ્યુ છે. અક્ષય તૃતીયા બાદ સતર ત્રીજા દિવસે ભાવમા ઘટાડો નોંધાયો છે.
સોનું વર્લ્ડ માર્કેટમાં દસ દિવસ પહેલા વધીને ઓલટાઈમ હાઈ સપાટીએ 3500 ડોલર થયા બાદ સતત ઘટી રહ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું ટ્રેડ ટેન્શન હળવું થવાની શક્યતાઓ વધતાં સોનું 3500 ડોલરથી 3201 ડોલર સુધી ઘટયું છે.
સોનામાં 300 ડોલરનો ઘટાડો થતાં માર્કેટમાં ફરી સોનું ગગડી જવાનો ભય દેખાવા લાગ્યો છે પણ વૈશ્વિક પ્રવાહો ટ્રમ્પના શાસનમાં ઝડપથી બદલાતાં હોઈ જ્યાં સુધી અમેરિકાના પ્રેસિડેન્ડ પદે ટ્રમ્પ છે ત્યાં સુધી સોનામાં મોટો ઘટાડો આવવાની શક્યતા નથી.
અમેરિકન ફેડની આગામી સપ્તાહે તા.7-8 મેના રોજ મિટિંગ યોજાઈ રહી છે. અમેરિકાનું પર્સનલ ક્ધઝમશન એક્સપેન્ડીચર પ્રાઈસ ઈન્ડેક્સ યથાવત રહેતાં રેટકટના ચાન્સ ઘટયા હોઈ સોનાના ઘટાડાને સપોર્ટ મળ્યો હતો.
રેટકટની ચર્ચાઓ જેમ ફેડની મિટિંગ નજીક આવશે તેમ વધશે અને આ ચર્ચાઓને પગલે સોનામાં ગમે ત્યારે નીચા મથાળેથી ફરી ઉછાળો આવવાના સંજોગો ધીમે ધીમે બની રહ્યા છે.