Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બજેટ પૂર્વે સાવધાની પૂર્વક સ્ટોક સ્પેશિફીક ખરીદીનો માહોલ…!!!

    January 29, 2026

    UGC ના વિવાદાસ્પદ નવા નિયમો પર સુપ્રિમ કોર્ટનો `સ્ટે’

    January 29, 2026

    Arijit Singh પ.બંગાળની ચૂંટણીમાં ઝંપલાવશે!

    January 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બજેટ પૂર્વે સાવધાની પૂર્વક સ્ટોક સ્પેશિફીક ખરીદીનો માહોલ…!!!
    • UGC ના વિવાદાસ્પદ નવા નિયમો પર સુપ્રિમ કોર્ટનો `સ્ટે’
    • Arijit Singh પ.બંગાળની ચૂંટણીમાં ઝંપલાવશે!
    • Film Kantara માંથી દેવી દ્રશ્યની નકલ કરવા બદલ રણવીરસિંહ વિરુદ્ધ બેંગલુરૂમાં FIR દાખલ
    • Allu Arjun ની ફિલ્મમાં હશે બોલિવુડ સ્ટાર્સનો મોટો મેળો
    • મેટ્રોમાં Varun ફિલ્મી એક્શન સ્ટંટ કરતા અધિકારીઓ ખફા
    • `The Great Indian Kapil Show’ પર પહોંચી સુરતની રિયલ લાઈફની `મર્દાની
    • Junagadh મધુરમ વિસ્તારમાં બાઈક હડફેટે રાહદારી વૃધ્ધનું મોત નિપજયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, January 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Gold and silver ના ભાવમાં બેફામ તેજી,ચાંદી 4,00,000ને પાર : સોનુ 1.79 લાખને આંબી ગયું
    રાષ્ટ્રીય

    Gold and silver ના ભાવમાં બેફામ તેજી,ચાંદી 4,00,000ને પાર : સોનુ 1.79 લાખને આંબી ગયું

    Vikram RavalBy Vikram RavalJanuary 29, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા. 29
    સોના-ચાંદીના ભાવમાં બેફામ તેજી અત્યાર સુધીના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરવા લાગી છે. ભાવ રોજેરોજ નવી ઉંચાઇ બનાવી રહ્યા છે. આજે નવો ઇતિહાસ રચાયો હતો. કોમોડીટી એકસચેંજમાં ચાંદી 4,00,000ને પાર કરી ગઇ હતી જયારે સોનુ 1.79 લાખને વટાવી ગયું હતું.

    સોના-ચાંદીના ભાવમાં આજે વધુ જોરદાર અને રેકોર્ડબ્રેક ઉછાળો નોંધાયો હતો. એક જ દિવસમાં સોનુ 10,000 ઉંચકાયું હતું જે કદાચ એક દિવસનો અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો હતો.

    કોમોડીટી એકસચેંજમાં રૂા. 9682ના ઉછાળાથી 1,75,597 બોલાતુ હતું જે ઉંચામાં 1,79,000 થયું હતું. વિશ્વબજારમાં સોનુ 5600 ડોલરની નજીક પહોંચી ગયું હતું. ઉંચામાં 5591 ડોલર થઇને કુલ 127 ડોલરના ઉછાળાથી 5541 ડોલર સાંપડયું હતું.

    આ જ રીતે ચાંદીએ પણ નવો ઇતિહાસ રચ્યો હતો. કોમોડીટી એકસચેંજમાં ચાંદીનો ભાવ 4,00,000ને ક્રોસ કરી ગયો હતો. ગત રાત્રે જબરદસ્ત તેજી આજે પણ આગળ ધપી હતી અને શરૂઆતથી જ સડસડાટ ભાવ ઉંચે ચડતા રહ્યા હતા.

    વિશ્વબજારમાં 117.32 ડોલરનો ભાવ સાંપડયો હતો. કોમોડીટી એકસચેંજમાં 17,600ના ઉછાળાથી 4,03,000નો ભાવ હતો જે ઉંચામાં 4,07,756 થયો હતો. અભુતપૂર્વ તેજીના પગલે ઝવેરી બજારમાં સોંપો પડી ગયો છે અને ભાવ કયાં જઇને અટકશે તેવો સવાલ ઉઠવા લાગ્યો છે.

    સોના-ચાંદી માટે તમામ કારણો તેજીના જ બની રહ્યા છે અને તેમાં નવા નવા કારણોનો ઉમેરો થઇ રહ્યો છે. અમેરિકાએ ઇરાનને અણુબોંબ કરતા પણ ખતરનાક હુમલો કરવાની ચેતવણી આપતા તેજીને નવું કારણ મળ્યું હતું. અમેરિકાની ધમકી સામે ઇરાને પણ વળતા હુમલાની ચેતવણી ઉચ્ચારતા વધુ તિવ્ર અસર જોવા મળી હતી.

    સોના-ચાંદીમાં વેપારીઓના કહેવા પ્રમાણે અભુતપૂર્વ તેજી અને રેકોર્ડબ્રેક ભાવોને કારણે રીટેલ માર્કેટ પણ હવે ઠપ્પ જેવી થવા લાગી છે. રોજેરોજ નવા ઉંચા ભાવને કારણે ગ્રાહકો પણ આવતા અટકવા લાગ્યા છે. લગ્નની સિઝન ટાણે જ ખરીદીને મોટુ ગ્રહણ લાગ્યું છે.

    સોના-ચાંદી ઉપરાંત ક્રુડમાં પણ વધતા ભૌગોલિક ટેન્શનના કારણે તેજી આગળ ધપવા લાગી છે. આજે વર્લ્ડ માર્કેટમાં બ્રેન્ટ ક્રુડ 0.79 ડોલરના ઉછાળાથી 69.19 ડોલર થયું હતું જે હવે 70 ડોલર વટાવી શકે છે. ક્રુડની તેજીથી ભારત સહિત વિશ્વભરના અર્થતંત્રને ઝટકો લાગવાની પણ આશંકા વ્યકત થઇ રહી છે. સોના-ચાંદીમાં અભુતપૂર્વ તેજી વચ્ચે કરન્સી માર્કેટમાં પણ ડોલર સામે રૂપિયો વધુ દબાણ હેઠળ આવી ગયો હતો અને નવા તળીયે સરકી ગયો હતો. આજે પ્રારંભિક કામકાજમાં ડોલર સામે રૂપિયો 9રની નજીક પહોંચી ગયો હતો અને 91.96 સાંપડયો હતો.

    નિષ્ણાંતોના કહેવા પ્રમાણે વૈશ્વિક ઘટનાક્રમો રૂપિયા પર દબાણ સર્જી રહ્યા છે.  ભારતીય શેરબજારમાંથી વિદેશી નાણા સંસ્થાઓ દરરોજ કરોડો રૂપિયા પાછા ખેંચી રહી છે ઉપરાંત આયાત મોંઘી થવાના કારણોસર વધુ ડોલરની જરૂરીયાત ઉભી થશે તે કારણે પણ રૂપિયો સતત નીચે ઉતરી રહ્યો છે. સોનાના ભાવમાં અભુતપૂર્વ અને એકધારી તેજીને કારણે જવેલર્સોએ હવે બુલીયનની ખરીદીને બ્રેક મારી દીધી હોવાના નિર્દેશ સાંપડયા છે. રીટેલ ગ્રાહકો મોટાભાગે જુનુ સોનુ પરત આપીને નવા દાગીના ખરીદી કરી રહ્યા હોવાથી વેપારીઓએ બુલીયનની ખરીદી અટકાવી દીધી છે.

    બુલીયન ટ્રેડીંગ કંપની જે.જે.ગોલ્ડહાઉસના હર્ષદ અજમેરાએ જણાવ્યું હતું કે, બુલીયનનું વેંચાણ 70 ટકા જેટલું ઘટી ગયું છે. કારણ કે સોનામાં ચાલુ મહિનામાં જ 3પ  થી 40 ટકાની તેજી થઇ ગઇ છે. જુનુ સોનુ પરત આવતુ  રહ્યું છે અને તેમજ વેપારીઓના વ્યવહાર સચવાઇ જતા હોવાથી જવેલર્સોએ નવા સોનાની ખરીદીમાં ઘણો કાપ મુકી દીધો છે.

    પ્રવર્તમાન ચિત્રને લક્ષ્યમાં લેવામાં આવે તો સોનામાં હવે થતી ખરીદી મોટા ભાગે ઇન્વેસ્ટમેન્ટરૂપી છે. ગ્રાહકો મોટા ભાગે સોનાના બિસ્કીટ, લગડી કે સિકકાની જ ખરીદી કરી રહ્યા છે. જે ઇન્વેસ્ટમેન્ટરૂપી હોવાનું સ્પષ્ટ બને છે.

    જાણકારોએ જણાવ્યું કે, અમેરિકાએ વ્યાજદરમાં વધુ ઘટાડો કરવાનું ટાળતા તેજીને બમણો વેગ મળ્યો હતો. આ સિવાય ભૌગોલિક ટેન્શન, યુધ્ધના ભણકારા જેવા કારણો ઉભા જ છે.

    ચાલુ વર્ષે વૈશ્વિક સોનુ 6000 ડોલરને આંબવાનું અનુમાન વ્યકત થતું હતું પરંતુ છેલ્લા દિવસોમાં જે રીતે ભાવો વધે છે તે જોતા ટુંકાગાળામાં જ તે અનુમાન સિધ્ધ થઇ જવાની શકયતા છે.

     

    Gold and silver
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    બજેટ પૂર્વે સાવધાની પૂર્વક સ્ટોક સ્પેશિફીક ખરીદીનો માહોલ…!!!

    January 29, 2026
    રાષ્ટ્રીય

    UGC ના વિવાદાસ્પદ નવા નિયમો પર સુપ્રિમ કોર્ટનો `સ્ટે’

    January 29, 2026
    રાષ્ટ્રીય

    Anil Ambani ની અબજોની સંપતિ જપ્ત

    January 29, 2026
    વ્યાપાર

    ક્રેડિટ કાર્ડસ મારફત થતા ખર્ચમાં ૧૩% થી વધુનો થયેલો વધારો…!!!

    January 29, 2026
    ગુજરાત

    સતત ચોથા વર્ષે ગુજરાતના ટેબ્લોએ `પોપ્યુલર ચોઈસ એવોર્ડ’ માં પ્રથમ ક્રમ મેળવ્યો

    January 29, 2026
    રાષ્ટ્રીય

    Railway કર્મચારીઓની ગોલ્ડન વિદાય પર રેલવેએ રોક લગાવી

    January 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બજેટ પૂર્વે સાવધાની પૂર્વક સ્ટોક સ્પેશિફીક ખરીદીનો માહોલ…!!!

    January 29, 2026

    UGC ના વિવાદાસ્પદ નવા નિયમો પર સુપ્રિમ કોર્ટનો `સ્ટે’

    January 29, 2026

    Arijit Singh પ.બંગાળની ચૂંટણીમાં ઝંપલાવશે!

    January 29, 2026

    Film Kantara માંથી દેવી દ્રશ્યની નકલ કરવા બદલ રણવીરસિંહ વિરુદ્ધ બેંગલુરૂમાં FIR દાખલ

    January 29, 2026

    Allu Arjun ની ફિલ્મમાં હશે બોલિવુડ સ્ટાર્સનો મોટો મેળો

    January 29, 2026

    મેટ્રોમાં Varun ફિલ્મી એક્શન સ્ટંટ કરતા અધિકારીઓ ખફા

    January 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બજેટ પૂર્વે સાવધાની પૂર્વક સ્ટોક સ્પેશિફીક ખરીદીનો માહોલ…!!!

    January 29, 2026

    UGC ના વિવાદાસ્પદ નવા નિયમો પર સુપ્રિમ કોર્ટનો `સ્ટે’

    January 29, 2026

    Arijit Singh પ.બંગાળની ચૂંટણીમાં ઝંપલાવશે!

    January 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.