Mumbai, તા.23
સોના ચાંદીના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પરિણામે ભાવ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગયા છે. આજે ફરી સોનામાં રૂ.1030 નો ધરખમ ઉછાળો આવ્યો છે અને ચાંદીમાં રૂ.1150 નો વધારો થયો છે.
સોનું રૂ. 103700 અને ચાંદી 119000 ના સ્તરે પહોંચ્યું છે. વૈશ્વિક બજારોમાં તેજીના કારણે ભાવ ઊંચકયા છે. વૈશ્વિક સ્તરે ઉથલપાથલના કારણે ભાવ વધી રહ્યા છે. જેમાં ખાસ અમેરિકામાં વ્યાજદર ઘટવાની સંભાવના એ ભાવ પર અસર જોવા મળી રહી છે.
વિશ્વ બજારમાં સોનું 39.34 અને ચાંદી 34.25 ડોલર પહોંચ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં 4000 જેટલો ઉછાળો આવ્યો છે. આજે સૌથી વધુ ભાવ વધ્યા છે. ચાંદીના ભાવ નવા રેકોર્ડ સ્થાપી રહ્યા છે.