Kerala,તા.08
કેરળના સુપ્રસિદ્ધ સબરીમાલા શ્રી ધર્મ શાસ્ત્ર મંદિર, જે ભગવાન અયપ્પાના ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે, આ તીર્થસ્થળ ફરી એકવાર ગંભીર વિવાદનું કેન્દ્ર બન્યું છે. હકીકતમાં મંદિરના ગર્ભગ્રહમાં બંન્ને સાઈડમાં લાગેલી દ્વારપાળની મૂર્તિઓમાં લાગેલી સોનાના વરખમાં કથિત ગેરરીતિઓ અંગે ફરિયાદ સામે આવી છે.
સોમવારે કેરળ હાઈકોર્ટે આ કેસમાં સંપૂર્ણ તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે, જે આ ઘટનાનો ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ મામલો ખૂબ જ સંવેદનશીલ છે કારણ કે તેમાં મંદિરની પવિત્ર સંપત્તિ અને ભક્તોની શ્રદ્ધાનો સમાવેશ થાય છે, અને કોર્ટે તેને ‘ગંભીર અનિયમિતતા’ ગણાવી છે.
પ્લેટો ફરી લગાવતાં વજનમાં 4.541 કિલોગ્રામ ઘટાડો થયો
મીડિયા રિપોર્ટ પ્રમાણે 9 સપ્ટેમ્બરના રોજ સબરીમાલા સ્પેશિયલ કમિશનરે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો ત્યારે વિવાદ સામે આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, દ્વારપાલક મૂર્તિઓના સોનાના વરખવાળા તાંબાના પ્લેટોને કોર્ટની પરવાનગી વિના હટાવવામાં આવી હતી અને ચેન્નાઈના એક સુવિધામાં લઈ જવામાં આવ્યા હતા.
વર્ષ 2019 માં ‘સોનાના વરખ’ના આડમાં આ પ્લેટો ફરીથી લગાવ્યા બાદ તેનું વજન લગભગ 4.541 કિલોગ્રામ ઓછું થયું હતું. કોર્ટે તેને ચિંતાજનક ગણાવતાં કહ્યું કે, તે અસલી સોનાની પ્લેટોને બદલવા અથવા વેચવાનું કાવતં કરવાનો સંકેત આપે છે. આ મામલાની તપાસ માટે કોર્ટે SITની રચના કરી છે, જેનું નેતૃત્વ કાયદો અને વ્યવસ્થાના અઉૠઙ એચ. વેંકટેશ કરશે.