New Delhi,તા.26
કેન્દ્ર સરકારે વ્યાપક લોકપ્રિય થયેલી અને રોકાણકારોમાં આકર્ષણ ઉભુ કરનાર Gold Monetization Scheme બંધ કરી દેવામાં નિર્ણય લીધો છે. આ Gold Monetization Scheme સ્કીમ હેઠળ 31164 કિલો સોનુ મેળવ્યુ હતું અને હવે તેના પર પડદો પાડી દેવામાં આવ્યો છે.
નાણામંત્રાલય દ્વારા જાહેર કરાયા મુજબ Gold Monetization Scheme બંધ થશે. જો કે બેંકો 1થી3 વર્ષની ટુંકી અવધિની ગોલ્ડ ડિપોઝીટ સ્કીમ ચલાવી શકશે. Gold Monetization Scheme 15 સપ્ટેમ્બર 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી તેનો ઉદેશ સોનાની આયાત પરની નિર્ભરતા ઘટાડવા તથા ઘરોમાં પડેલા સોનાને બહાર કાઢીને દેશના વિકાસના ઉપયોગમાં લેવાનો હતો.
નવેમ્બર 2024 સુધીમાં આ Gold Monetization Scheme સ્કીમમાં 31164 કિલો સોનુ એકત્રીત થયુ હતું. આ સ્કીમ 1થી3 વર્ષની શોર્ટ ટર્મ બેંક ડિપોઝીટ, 5થી7 વર્ષની મીડીયમ ટર્મ ગવર્નમેન્ટ ડિપોઝીટ તથા 12થી15 વર્ષની લોંગટર્મ ગવર્નમેન્ટ ડીપોઝીટ જેવા ત્રણ સ્વરૂપે હતી.
નાણાંમંત્રાલયના કહેવા પ્રમાણે Gold Monetization Schemeના શાનદાર પરફોર્મન્સ વચ્ચે માર્કેટની હાલતમાં સુધારો થતા 26 માર્ચથી Gold Monetization Scheme મીડીયમ તથા લોન્ગ ટર્મની સ્કીમ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જો કે, આ સ્કીમ હેઠળ બેંકો દ્વારા આપવામાં આવતી શોર્ટ ટર્મ બેંક ડિપોઝીટ બેંકો પોતાની વ્યવસાયિક જરૂરિયાતોને આધારે ચાલુ રાખી શકશે. આ મામલે રિઝર્વ બેંકની વિસ્તૃત માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે.
નાણા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે, Gold Monetization Schemeની મીડીયમ અને લોંગ ટર્મ સ્કીમ હેઠળ આજથી કોઈપણ પ્રકારે સોનુ ડિપોઝીટમાં લેવામાં નહીં આવે. જો કે, અગાઉ જમા લેવાયેલા સોના વર્તમાન નિયમનો હેઠળ નિશ્ર્ચિત અવધિ સુધી જમા રહેશે.
આ Gold Monetization Scheme હેઠળ નવેમ્બર 2024 સુધીમાં 31164 કિલો સોનુ એકત્રીત થયુ હતું તેમાંથી 7509 કિલો સોનુ શોર્ટ ટર્મ, 9728 કિલો મીડીયમ ટર્મ તથા 13926 કિલો સોનુ લોંગ ટર્મની અવધિમાં એકત્રીત થયુ હતું.
5693 લોકોએ આ Gold Monetization Schemeનો લાભ મેળવ્યો હતો. 1 જાન્યુઆરી 2024ના રોજ 10 ગ્રામ સોનાની કિંમત 63920 નિર્ધારિત થઈ હતી. જે 25 માર્ચ 2025ના રોજ વધીને 90450 થઈ ગઈ છે.