Mumbaiતા.3
સોના-ચાંદીમાં રેકોર્ડબે્રક તેજીનો દોર જારી રહ્યો હોય તેમ એક દિવસની સ્થિરતા બાદ ભાવ આજે ફરી ઉછળ્યા હતા અને ટોચને આંબી ગયા હતા. રાજકોટમાં આજે હાજર સોનુ રૂા.1600 ના ઉછાળાથી 109200 થયુ હતું વિશ્વ બજારમાં 3500 ડોલરે પહોંચ્યુ હતું. હાજર ચાંદી 300 ના સુધારાથી 126700 હતી.વૈશ્વિક ભાવ 40.87 ડોલર હતો.
સોનીબજારનાં વેપારીઓએ ક્હયું કે ચાલૂ વર્ષમાં અત્યાર સુધીમાં સોના કરતા ચાંદીમાં વધુ વળતર મળ્યુ છે.જયારે હવે સોનું વધુ ચળકવાનું સૂચક છે. બન્ને કિંમતી ચીજોમાં ગાંડીતુર તેજી છે અને ખુદ વેપારીઓ પણ સ્તબ્ધ છે.કારણ કે ભાવ કયાં પહોંચશે તે સવાલ છે.
વર્તમાન ઉંચા ભાવે ખરીદીમાં પણ સાવચેતી છે કારણ કે એક વર્ગ થોડુ કરેકશન આપવાનું માને છે. ખરીદી કરી શકાતી નથી છતાં પણ ભાવો સતત ઘટી રહ્યા છે.
સોના-ચાંદીનાં ઉંચા ભાવની રીટેઈલ ખરીદી ઠપ્પ જેવી છે. ઝવેરીઓમાં ટેન્શન છે. કારણ કે માસાંતથી તહેવારોની સીઝન શરૂ થશે અને ત્યારે આવા ભાવે ખરીદીમાં કેવો રસ રહેશે તે સવાલ છે.