New Delhi તા.16
દેશમાં જે રીતે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે તે સંદર્ભમાં આરપીજી ગ્રુપના ચેરમેન હર્ષ ગોયેન્કાએ રસપ્રદ ટવીટ કરતા લખ્યુ કે 1990માં સોનાના ભાવ મારૂતી-800 બરાબર હતા અને તે 2040માં એક ખાનગી જેટ વિમાન જેટલા ઉંચા થઈ જશે. ગોયેન્કાએ કહ્યું કે આજના ભાવ લેન્ડ રોવર જેટલા છે. તેમણે સોનાના ભાવ અને કારના ભાવ સાથે સરખામણી કરી હતી.
તેમના આ ટવીટને રસપ્રદ લાઈક મળી રહ્યું છે. તેઓએ એ પણ લખ્યુ કે 2000ના વર્ષમાં 1 કીલો સોનાના ભાવ એસ્ટીમ કારના ભાવ જેટલા હશે. 2005માં ઈનોવા જેવા થઈ જશે. હાલ લેન્ડ રોવરની કિંમતે સોનુ મળે છે તેઓએ લખ્યું કે 2030માં તે રોલ્સ રોયસની સરખામણીમાં આવી જશે.