Mumbai,તા.24
મુંબઈ ઝવેરી બજારમાં આજે હવામાન મિશ્ર હતું. સોનાના ભાવ વધુ ઉંચકાયા હતા જ્યારે ચાંદીના ભાવ નરમ હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૨૧થી ૨૬૨૨ વાળા ઉંચામાં ૨૬૩૧થી ૨૬૩૨ થઈ ૨૬૨૪થી ૨૬૨૫ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ફરી ઉંચકાતાં તથા બોન્ડ યીલ્ડ વધવા છતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ જળવાઈ રહ્યાના નિર્દેશો હતા.
દરમિયાન, વિશ્વબજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૬૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૭૦૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૮૮૦૦૦ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના ૩૧.૧૮ વાળા ઘટી ૩૦.૩૫ થઈ ૩૦.૭૮થી ૩૦.૭૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૦.૩૯ ટકા નરમ હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૯૮૦ વાળા નીચામાં ૯૫૪ થઈ ૯૬૩થી ૯૬૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૭૦ વાળા ૧૦૪૦ થઈ ૧૦૫૪થી ૧૦૫૫ ડોલર રહ્યા હતા. ચીનમાં ટૂંકાગાળાના વ્યાજ દર ઘટાડવામાં આવ્યાના સમાચાર હતા. ત્યાં હવે વધુ સ્ટીમ્યુલસ પેેકેજ જાહેર થવાની શક્યતા છતાં વિશ્વ બજારમાં કોમોડિટીઝના ભાવ નરમ રહેતાં બજારના જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા.દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૪૧૦૦ વાળા રૂ.૭૪૨૩૫ થઈ રૂ.૭૪૧૬૯ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૪૪૦૦ વાળા રૂ.૭૪૫૩૩ થઈ રૂ.૭૪૪૬૭ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૮૭૫૦ વાળા રૂ.૮૭૭૫૬ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઊંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ બેતરફી વધઘટ બતાવતા હતા.
બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૪.૪૯ વાળા ઉંચામાં ૭૫.૧૩ થયા પછી નીચામાં ભાવ ૭૪.૧૮ થઈ ૭૪.૪૧ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઊંચામાં ૭૧.૬૮ તથા નીચામાં ૭૦.૭૧ થઈ ૭૧.૩૦ ડોલર રહ્યા હતા. વિતેલા સપ્તાહમાં ક્રૂડતેલના ભાવમાં થયેલી વૃદ્ધી એપ્રિલ પછી સૌથી મોટી વિકલી વૃદ્ધી મનાઈ હતી.