Mumbai, તા.16
બે દિવસની રાહત બાદ આજે સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયો છે. આજે સોનામાં રૂ. 1600 અને ચાંદીમાં રૂ. 1350 નો વધારો થયો છે. તેની સાથેજ સોનાનો ભાવ પહેલી વાર 97900 એ પહોંચ્યા છે.
ચીને અમેરિકન બોઇંગની ખરીદી એકાએક બંધ કરવાનો આદેશ કરતાં ટ્રેડ ટેન્શન વધતાં સોનું-ચાંદી વર્લ્ડ માર્કેટમાં મજબૂત રહ્યા હતા. સોનું વધીને 33.90 ડોલર અને ચાંદી વધીને 3300 ડોલરે પહોંચી હતી.અમેરિકાની ટેરિફ નીતિને કારણે ટ્રેડવોરનો ભય વધી ગયો છે. આનાથી અર્થતંત્રનો વિકાસદર ધીમો પડી શકે છે. વૈશ્વિક મંદીની આશંકા પણ વધી ગઈ છે. આવી સ્થિતિમાં લોકો સોનામાં રોકાણ વધારી રહ્યા છે. મંદીના સમયમાં સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે.
ડોલર સામે રૂપિયાના નબળા પડવાના કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. આનું કારણ એ છે કે જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે એને આયાત કરવા માટે વધુ પૈસા ખર્ચ થાય છે. આ વર્ષે રૂપિયાનું મૂલ્ય લગભગ 4% ઘટ્યું છે, જેના કારણે સોનાના ભાવ પર દબાણ આવ્યું છે.લગ્નની મોસમ નજીક આવી રહી છે, તેથી સોનાના દાગીનાની માગ વધી રહી છે. વેપારીઓ નું કહેવું કે એક તરફ ભીષણ ગરમી અને તેની સામે ઠંડી બજાર છે. જેને પગલે વેપારીઓ મુંઝવણ મા મુકાયા છે.