ચાંદી કામનું કારખાનું ધરાવતા અશોકભાઈ ભરેલા પગલાથી પરિવારમાં અરેરાટી
Rajkot,તા.08
શહેરના ભૂપેન્દ્ર રોડ પર ચાંદી કામ નું કારખાનું અને સોના ચાંદીના વેપારની દુકાન ધરાવતા સોની આધેડે ઘઉંમાં નાખવાના ટીકડા ખાય આપઘાત કરી લેતા ભારે ચકચાર જાગી છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મવડી પ્લોટ માં રહેતા અને ભુપેન્દ્ર રોડ ઇગલ કોમ્પ્લેક્સ માં સોના ચાંદીની દુકાન ધરાવતા અશોકભાઈ મૂળજીભાઈ સોની ૫૩ એ તારીખ 7 ના રોજ બપોરે 2:30 વાગ્યાના સમારે ભૂપેન્દ્ર રોડ ઇગલ કોમ્પલેક્ષમાં પોતાની દુકાનમાં જ ઘઉંમાં નાખવાના ટીકડા ખાય લેતા સિવિલ હોસ્પિટલમાં અર્ધ બેભાન હાલતમાં લાવવામાં આવતા સારવાર દરમિયાન સાંજે ૫/૩૦ વાગે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
સોની વેપારી તરીકે સારી શાખ, સાધન સંપન્ન અને સારો ધંધો ધરાવતા અશોકભાઈ ઝઘડા ને સંતાનમાં બે દીકરી અને એક દીકરો હોય તેમણે દુકાનમાં જ આપઘાત કેમ કરી લીધો? તે અંગે તેમના અડોસ પાડોશના વેપારીઓ અને પરિવારજનો પણ અસમંજસ માં મુકાઈ ગયા છે, અશોકભાઈ ના હરેશભાઈએ જણાવ્યું હતું કે મરનાર અશોકભાઈ આર્થિક રીતે સક્ષમ હતા ધંધો પણ સારો ચાલતો હતો પારિવારિક રીતે પણ સંતોષ જ બતાવતા હતા તેમણે આ પગલું કેમ ભર્યું તે માનવામાં આવતું નથી,
આ અંગે એ ડિવિઝન પીએસઆઇ વડનગરા એ તપાસ હાથ ધરી છે