132બોટલ શરાબ અને 48 બિયરના ટીન સહીત રૂ. 2.98 લાખનો મુદ્દા માલ જપ્ત:બે ની શોધખોળ
Gondal,તા,૨૫
દિવાળીના તહેવાર પૂર્વે બુટલેગરો સક્રિય બન્યા છે. દારૂના દુષણ ડામી દેવા પોલીસ પણ એક્શન મોડમાં આવી છે.ગોંડલ શહેરના કોલેજ ચોક નજીક દારૂ ભરેલી કાર સાથે પોલીસે બે બુટલેગરની ધરપકડ કરી દારૂ ,બિયર મોબાઈલ ફોન અને કાર મળી રૂ. 2.98 લાખનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો. જયારે બે બુટલેગરો નાશી છૂટ્યા હતા. બી. ડિવિઝન પોલીસે બન્નેની શોધખોળ હાથ ધરી છે.વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં વિદેશી દારૂના દુષણને અટકાવવા જિલ્લા એસ. પી. જયપાલસિંહ રાઠોડે આપેલી સૂચનના પગલે ગોંડલ સીટી બી. ડીવીજન પોલીસ મથકના પી. એસ. આઈ. ગોસાઈ સહીતનો સ્ટાફ પેટ્રોલિંગમા હતા ત્યારે પોલીસ કોન્સ. ઓમદેવસિંહ જાડેજાને સચોટ બાતમી મળી હતીકે ગોંડલ કોલેજ ચોક તરફથી જી. જે.03 ડી. જે.8536 નંબરની કારમા વિદેશી દારૂ ભરી બસસ્ટેડ તરફ આવે છે મળેલ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી વાળી કાર આવતા તેને રોકી તપાસ કરતા કારમાંથી અલગ અલગ કંપનીની 132 દારૂ બોટલ તથા 48 ટીન મળી આવ્યા હતા ત્યારે કાર ચાલક અનિરુદ્ધસિંહ સહદેવસિંહ જાડેજા અને તેના સાથી કિશન મનસુખ ચૌહાણની ઘરપકડ કરી દારૂ બોટલ ટીન મોબાઈલ ફોન અને કાર મળી કુલ રૂ. 2.98 લાખનો મુદ્દા માલ કબ્જે કરવામાં આવ્યો હતો. દરમિયાન પોલીસે બુટલેગરોની સઘન પુછપરછ કરતા સમગ્ર અનિડાના કિરીટ અને ઇમરાન ઉર્ફે ટકાનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બન્ને બુટલેગરોની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.